સુરત : સુરતમાં અકસ્માતમાં  મહિલાના મોત બાદ પરિજનો અન્યની જિંદગીમાં અજવાળા કરવાનો નિર્ણય લેતા મલ્ટીપલ ઓર્ગેનના ડોનેશનનો નિર્ણય લીધો હતો. જેના કારણે એક નહિ પરંતુ 6 વ્યક્તિને મોતના મુખમાં બહાર લાવીને નવજીવન આપી શકાયું.



સુરતમાં હંસાબેન સોડાગર નામની મહિલાનું બ્રેઇન ડેડ થઇ જતાં પરિવારે બ્રેન્ડેડ મહિલા ન હૃદય સાથે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો.  પરિવારે, હૃદય , બંને કિડની, ચક્ષુઓના અંગોનું દાન કરીને 6 લોકોની જિંદગીમાં અજવાળા પાથર્યા. મહિલાએ બંને હાથનું પણ દાન કર્યું હતું. એર એમ્બ્યુલન્સ દ્વારા બંને હાથ મુંબઇ, ગ્લોબલ હોસ્પિટલ સ્થિત ૩૩ વર્ષીય પુરુષમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામા આવ્યા હતા. તો હૃદય  સુરતની જ મહાવીર હોસ્પિટલમાં  મોકલવામાં આવ્યું હતું. જ્યારે ઝાયડ્સ હોસ્પિટલમાં  કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અન્ય કિડનીનું  ભાયલાલ અમીન હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું.                                                                                                                             

લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં  સુરત ના ડૉ. પ્રફુલભાઈ શિરોયા દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. સોંડાગર પરિવારમાં ઘર આંગણે લગ્ન પ્રસંગ હોવા છતાંય અંગદાન કરીને  પરિવારે ઉદાત ઉદાહરણ પુરુ પાડ્યું છે.                                                                      


ક્યાં કારણે હંસાબેનનું બ્રેઇન ડેડ થયું  ?

ભત્રીજાના લગ્ન હોવાથી પતિ પત્ની બંને બાઇક પર વરાછાથી ખોલવડ જતાં હતા આ સમયે પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતા.જો કે બંનેમાંથી પત્નીની જિંદગી ન બચાવી શકાય તેમનું બ્રેઇન ડેડ થઇ જતાં આખરે પરિવારે અંગ દાનનો નિર્ણય લઇને અન્યની જિંદગીમાં અજવાળા પાથર્યા હતા.