સુરત: દિવાળી અને છઠ પૂજાના તહેવારો પૂર્વે ભારતીય રેલવે દ્વારા ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યની પ્રથમ 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનનું આજે (વર્ચ્યુઅલી) લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે.

Continues below advertisement

આજે સુરત સ્ટેશન ખાતે આ ટ્રેનને વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લીલીઝંડી આપવામાં આવશે. સુરત ઉધના સ્ટેશન પર આ ઐતિહાસિક ફ્લેગ ઑફ સેરેમનીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી વિશેષરૂપે હાજર રહેશે. તેમની સાથે સી.આર. પાટીલ અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

અમૃત ભારત એક્સપ્રેસની વિશેષતાઓ:આ ટ્રેન CCTV કેમેરા, ચાર્જિંગ પોઈન્ટ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં 15 'અમૃત ભારત' ટ્રેનો કાર્યરત છે અને આ ટ્રેનો સંપૂર્ણપણે એકબીજા સાથે કનેક્ટેડ છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

Continues below advertisement

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન: બુલેટ ટ્રેન અને જનરલ કોચસુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના વિકાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.

બુલેટ ટ્રેનનું સપનું થશે સાકારરેલ મંત્રીએ જાહેરાત કરી કે સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ સેક્શન વર્ષ 2027 સુધીમાં શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આનાથી કામગીરી ઝડપી બનશે અને ઈકોનોમીમાં પણ વધારો થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુરતથી મુંબઈ અને સુરતથી અમદાવાદ માત્ર એક કલાકમાં પહોંચી શકાશે.

તહેવારોમાં મુસાફરો માટે વ્યવસ્થા

  • દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મુસાફરોની સુવિધા માટે મોટી વ્યવસ્થા કરી છે:
  • દેશભરમાં 12,000 જેટલી વધારાની ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગયા વર્ષે 7,500 હતી.
  • મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને 1500 અનરિઝર્વ્ડ (બિનઅનામત) ટ્રેનો અને 150 જેટલી રિઝર્વ ટ્રેનો દોડાવવામાં આવશે.
  • રેલવે દ્વારા દસ હજારથી વધુ ગામો સુધી કનેક્ટિવિટીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
  • સુરતથી પણ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડવવામાં આવશે.

ગરીબ પરિવારો માટે સુવિધા અને સ્ટેશન ડેવલોપમેન્ટ

રેલ મંત્રીએ ગરીબ પરિવારો માટે સુવિધાઓ વધારવા પર પણ ભાર મૂક્યો હતો. રેલવે દ્વારા 2,000 જેટલા જનરલ કોચ (General Coaches) વધારવામાં આવ્યા છે. વધુ 12,000 જનરલ કોચ બનાવવા તરફ કામ ચાલી રહ્યું છે. ઉધના સ્ટેશન પર ટર્મિનલનું ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા પ્લેટફોર્મ્સ બને અને મુસાફરોને અગવડતા ન પડે.