સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા પર હુમલો થયો છે. રીક્ષા ચાલકે હુમલો કર્યો છે. અલ્પેશ કથીરીયા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બબાલ થઈ. રીક્ષા ચાલકને સરખી રીતે ચલાવવા કહેતા બબાલ થઈ. રીક્ષા ચાલકે દંડો વડા હુમલો કરતા અલ્પેશને ઇજા થઇ છે. ખાનગી હોસ્પિટલમાં અલ્પેશ ને દાખલ કરવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઇ.


Gujarat Election : પાટીલે કહ્યું, કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે, AAPના નેતા ઇસુદાને શું આપી પ્રતિક્રિયા?
અમદાવાદઃ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ફરી એકવાર કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમજ દાવો કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગુજરાતના ખેડૂતો ખુશ છે. ત્યારે હવે પાટીલના નિવેદન સામે આપના નેતા અને  આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. 


તેમણે કહ્યું કે, મારી આ બંને નિવેદનો મુદ્દે પાટીલજીને ચેતવણી છે, કયા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠ ફેલાવો છો. તેમણે કેજરીવાલ પર આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, અમે દિલ્લી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી આપી છે અને ગુજરાતમાં પણ આપી છે. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત છે. તમને ખુલ્લી ચેલેન્જ છે. આવો ખુલ્લીને ડિબેટ કરીએ. તમે તૈયાર થઈ જાવ. તમે કહેશો તે દિલ્લીના નેતા ડિબેટ કરશે. ડિબેટમાં મુદ્દાઓ મુકીશું અને ગુજરાતની જનતા વચ્ચે ડિબેટ કરીએ. ભાજપ ડરી ગઈ છે. મને ખબર છે કે, તમારા પણ ખૂબ દબાણ છે. તમે ગુજરાત હેન્ડલ નથી કરી શક્યા. તમે ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો. 


આજે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર પ્રતિક્રિયા આપતાં સી.આર. પાટીલે કહ્યું કે, મારે એમના માટે કંઇ કહેવાની જરૂર જોતો નથી. પરંતુ મારી આપના માધ્યમથી એટલી રિક્વેસ્ટ છે કે ખોટું બોલવાનું બંધ કરી દે. લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. ગુજરાતના લોકો આવી રેવડીથી ક્યારેય ટેવાયેલા નથી.