ભરૂચઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી સુરતની વચ્ચે અંસાર માર્કેટ નજીક બે બાઈક સવારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. બાઈક સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 


અન્ય એક અકસ્માતમાં, ભરૂચથી જંબુસર જતા માર્ગ  પર  થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે. 


Surat : ડોક્ટર યુવતીએ કેમ કરી લીધો આપઘાત, જાણો સૂસાઇડ નોટમાં શું થયો ધડાકો?


સુરતઃ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટર યુવતીએ ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જીગીશા પટેલની લાશ મળી આવી હતી. રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, હવે ડો. જીગીશાની સૂસાઇડ નોટ મળી આવી છે. સૂસાઇડ નોટમાં મરજીથી આપઘાત કરે છે કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો છે. 


સ્મીમેર હોસ્પિટલમાં ગણગણાટ છે કે સિનિયર્સનો ત્રાસના કારણે આપઘાત કર્યો છે. મહિના અગાઉ સિનિયર્સના ત્રાસના કારણે ઘરે જતી રહી હતી. જોકે, મિત્રોના કહેવાથી ડોક્ટર જીગીશા ફરજ પર હાજર થઈ હતી. એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈ આપઘાત કર્યો હતો. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી. 


આપઘાત કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં બે બહેનો છે. એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશાએ આપઘાત પહેલા પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. આ પછી જીગીશાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. 


પરિવારને ફોન સ્વીચઓફ કર્યો હોવાની સવારે ખબર પડતા  માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી. દીકરી જીગીશાને મૃત હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કર્યું હતું. શનિવારે રાત્રે પિતા કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.