Local Body Election 2026: સુરત મહાનગરપાલિકાના ભાજપે તમામ 30 વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા, જાણો સંપૂર્ણ યાદી
ભારતીય જનતા પાર્ટીએ હવે લાંબી રાહ જોવડાવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના તમામ 30 વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે.

સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે લાંબી રાહ જોવડાવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના તમામ 30 વોર્ડમાં ઉમેદવારો જાહેર કર્યા છે. સુરત મહાનગરપાલિકામાં કુલ 30 વોર્ડમાં 107 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે pic.twitter.com/D8yYm8Mhvy
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2026
ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. હવે સુરત મનપાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે આ યાદીમાં મહિલા સશક્તિકરણ અને જ્ઞાતિ આધારિત સમીકરણોને મહત્વ આપ્યું છે. યાદીમાં અનેક શિક્ષિત ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
સુરત શહેરના પૂર્વ મેયર દક્ષેશ માવાણીને ટિકિટ મળી છે. આ સિવાય અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાને પણ સુરત મહાનગર પાલિકા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટમાં ઉમેદવાર જાહેર
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડમાં 72 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે.
પૂર્વ મેયર પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે. નરેન્દ્રસિંહ જાડેજાને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ મળી છે. ઘનશ્યામ હેરમાને વોર્ડ નંબર-10માંથી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર -12માંથી કિશન ટિલવાને ટિકિટ મળી છે.
ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર-1માં અંજના મુરઝરીયા અને સેજલ ચૌધરીને ટિકિટ આપી છે. વોર્ડ-1માં જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-2માં દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.
આ સિવાય વોર્ડ નંબર-2માં શૈલેષ વસાણી અને ધૈર્ય પારેખને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-3માં અલ્પા દવે અને હીના બેલાણીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-3માં અજય મજેઠીયા અને નરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-4માં કંકુબેન ઉધરેજા અને રાજેશ્વરી માલવિયાને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ મનપામાં વોર્ડ નંબર-4માં ભરતભાઈ લિંબાસિયા અને કાળુભાઈ કુંગસિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર-5માં રસીલાબેન સાકરીયા અને સ્મીતાબેન ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર -5માં સંજય ચાવડા અને દિલીપ લુણાગરીયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર -6માં ધર્મિષ્ઠાબેન પરમાર અને પૂનમબેન મોરવડિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર -6માં અનિલ ચૌહાણ અને પરેશ પીપળીયાને ટિકિટ આપવામાં આવી છે.





















