શોધખોળ કરો

Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'

Surat News: સુરત શહેરના સણીયા ગામ સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે આશાસ્પદ વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

Surat News: સુરત શહેરના સણીયા ગામ સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે આશાસ્પદ વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોશના ચૌધરી નામની આ બે બહેનપણીઓ રહસ્યમય સંજોગોમાં આત્મઘાતી પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

આ અંગે વિગતે વાત કરીએ તો, ડીંડોલી વિસ્તારમાં રહેતી અને ઉધનાની સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી આ બંને યુવતીઓ શુક્રવારે સવારે 7 વાગ્યે રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. બપોરે 12:30 વાગ્યા સુધીમાં પરત ન ફરતા અને વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આખરે 3 વાગ્યે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેસ કરતા તેમનું છેલ્લું લોકેશન સણીયા ગામના સ્વામિનારાયણ મંદિર પાસે મળ્યું હતું. પરિવારજનો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને યુવતીઓની ગાડી મંદિર પરિસરમાં મળી આવી હતી. તપાસ દરમિયાન એક બાથરૂમની લાઈટ ચાલુ હોવાથી શંકા ગઈ હતી. અંદરથી બંધ દરવાજો તોડતા જ બંને યુવતીઓ ત્યાં બેભાન હાલતમાં મળી આવી હતી. હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી.

તપાસમાં ચોંકાવનારા ખુલાસા

પોલીસ તપાસ અને CCTV ફૂટેજમાં જાણવા મળ્યું છે કે બંને યુવતીઓ સવારે સવા સાત વાગ્યાની આસપાસ મંદિરમાં પ્રવેશી હતી અને સાડા સાત વાગ્યે બાથરૂમ તરફ ગઈ હતી. સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આત્મહત્યા કરતા પહેલા બંનેએ ChatGPT પર 'How to commit suicide' (આત્મહત્યા કેવી રીતે કરવી) એવું સર્ચ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસને ઇન્જેક્શન અને દવાની ત્રણ બોટલો તેમજ ઝેરના પડીકા મળી આવ્યા છે. આ પુરાવાઓ સૂચવે છે કે યુવતીઓએ કોઈ ઝેરી દવાના ઓવરડોઝથી જીવન ટૂંકાવ્યું હોઈ શકે છે.

બાળપણની દોસ્તી અને અંતિમ સફર

પરિવારના જણાવ્યા મુજબ, રોશની અને જોશના પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી સાથે જ ભણી હતી અને બાળપણની પાકી બહેનપણીઓ હતી. ડીંડોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યા છે. ઇન્જેક્શનમાં કયું ઝેર હતું અને આત્મહત્યા પાછળનું અસલી કારણ શું હતું તે જાણવા માટે FSLની મદદ લેવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: પોતાના જ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા પક્ષમાં ખળભળાટ
સુરત ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: પોતાના જ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા પક્ષમાં ખળભળાટ
Advertisement

વિડિઓઝ

Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
Mukul Wasnik: ચૂંટણી પરિણામ ચોંકાવનારા આવશેઃ કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહાર
Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 
છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં વાતાવરણ પલટાશે, આ 5 જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
ડૉનાલ્ડ ટ્રમ્પની કેનેડાને મોટી ધમકી- 'ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો, નહીં તો 100 ટકા ટેરિફ લગાવીશ'
ડૉનાલ્ડ ટ્રમ્પની કેનેડાને મોટી ધમકી- 'ચીન સાથે ટ્રેડ ડીલ ખતમ કરો, નહીં તો 100 ટકા ટેરિફ લગાવીશ'
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Jammu And Kashmir: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતાં 15 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરુ
Japan Earthquake:  જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Japan Earthquake:  જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ 
Long Term Relationship Tips: લોંગ ટર્મ રિલેશનશીપ તોડવી કેમ બની છે સૌથી મુશ્કેલ નિર્ણય? જાણો કારણ
Long Term Relationship Tips: લોંગ ટર્મ રિલેશનશીપ તોડવી કેમ બની છે સૌથી મુશ્કેલ નિર્ણય? જાણો કારણ
Embed widget