સુરત:  સુરતમાં નકલી નોટના કાળા કારોબારમાં પોલીસને મોટી સફળતા મળી છે.  ચેન્નઈમાંથી નકલી નોટના કારખાના સાથે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે.  સુરત પોલીસે ચેન્નઈ પોલીસને સાથે રાખી એક ઘરમાં દરોડો પાડ્યો હતો. ઘરમાંથી 17 લાખની નકલી ચલણી નોટ સાથે સૂર્યા નામના આરોપીને દબોચી લેવાયો છે.  અત્યાર સુધી તેણે 2 કરોડ, 12 લાખથી વધુની કિંમતની નોટો છાપી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાં મોકલી હતી.


આ કેસમાં અગાઉ સુરત પોલીસે શાંતિલાલ મેવાડા અને વિષ્ણુ નામના બે શખ્સની ધરપકડ કરી હતી.  બંનેની પૂછપરછના આધારે બેંગલોરમાં રહેતા માઈકલ નામના એક શખ્સની ધરપકડ કરાઈ હતી. માઈકલની પૂછપરછમાં નકલી નોટના તાર ચેન્નઈ સુધી પહોંચ્યા હતા.


મુખ્ય આરોપી સૂર્યા વર્ષો પહેલા શેરબજારનું કામ કરતો હતો પરંતુ નુકસાની જતા  તેણે શોર્ટ કટથી પૈસા કમાવવા માટે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. આ માટે તેણે બોગસ કંપની બનાવી અને સ્ટેમ્પ પેપરના એગ્રીમેન્ટની સાથે ઘરમાં જ નકલી નોટો છાપવાની શરૂઆત કરી હતી.  તેણે માઈકલને 15 લાખ રૂપિયામાં 79 લાખની કિંમતની નકલી ચલણી નોટ વેચી હતી.   તેણે સૌથી વધુ તેલંગણામાં 52 લાખની કિંમતની નકલી નોટો ઘૂસાડી હતી  જ્યારે ગુજરાતમાં 3 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટ ફરતી કરી હતી.  


Lawrence bishnoi: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના  જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયા


ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.  લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે  લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં   રજૂ કરવામાં આવ્યો હતો.  ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ  માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે  લોરેન્સના  14  દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.









લોરેન્સ બિશ્નોઇને વર્ષ  2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.   નોંધનીય છે કે  વર્ષ  2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે  લોરેન્સનો  કબ્જો લેવામાં આવ્યો હતો.  ગુજરાત ATS એ કબ્જો મેળવી લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો હતો.


પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.