સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંખ્યાબંધ વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધારે હોવાથી લોકોને વિસ્તારોમાં નહી જવા અને આ વિસ્તારોમાંથી કોઇને ઘરે બોલાવવા નહિ એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.


આ વિસ્તારોમાં ભટાર, અંબાનગર, પાલ, અડાજણ, પાલનપોર પાટીયા, પુણા ગામ, સીમાડા, નાના વરાછા, વરાછા, એલ.એચ.રોડ, એ.કે.રોડ, ઉધના, પાંડેસરા, બોમ્બે માર્કેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવાગામ, ડીંડોલી, સગરામપુરા, કંરજ, ગોડાદરા, સગરામપુરા, બેગમપુરા, નાનપુરા, ગોપીપુરા, રૃસ્મપુરા, સલાબતપુરા હોટસ્પોટ વિસ્તારોમાં સમાવિષ્ટ થાય છે.

આ વિસ્તારોમાં કોઈને પણ ઘરે કામ માટે બોલાવવા નહીં તેમજ આ વિસ્તારો વધુ સંક્રમિત હોવાથી કોઇ પણ વ્યકિત આ વિસ્તારોની મુલાકાત નહીં લેવા મ્યુનિસિપલ કમિશ્નરે અપીલ કરી છે.