Surat Alpesh Kathiriya: સુરતમાંથી મારામારીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર ફરિયાદ દાખલ થઇ છે. અલ્પેશ કથીરિયા અને તેના ભાઇએ મારામારી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે બાદમાં અલ્પેશ કથીરિયા તેના ભાઇ સહિત ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના સરથાણામાં પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટૉર્સમાં પતંગ ખરીદવા આવેલા ગ્રાહક સાથે ભાવને લઇને માથાકૂટ થઇ હતી. જે બાદ અલ્પેશ કથીરિયા અને તેના ભાઇ સહિત ત્રણ જણાએ ગ્રાહક સાથે ગાળાગાળી અને છૂટાહાથની મારામારી કરી હતી.

Continues below advertisement

સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ નામની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે દુકાન ચલાવતા અલ્પેશ કથીરિયાના ભાઈની પતંગના ભાવ અંગે કોઈ માથાકૂટ થઈ હતી. પતંગના ભાવને લઈને માથાકૂટ થતાં ગ્રાહકો અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે મામલો બીચક્યો હતો. ત્યારે અલ્પેશ કથીરિયાએ ભાઇનું ઉપરાણું લીધું અને અલ્પેશ, તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ પતંગ ખરીદવા આવેલા ગ્રાહકો સાથે ઝઘડો કરીને ધોલધપાટ અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ અંગે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ લઈને અલ્પેશ કથીરિયા સામે ગુનો નોંધ્યો. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજની તપાસ કરી શકે છે.

                                                                                                                                                                                                                                             

Continues below advertisement