સુરતઃ સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલની કાર રેલી પહેલાં વરાછા અને કતારગામ વિસ્તારમાં ભાજપનાં પોસ્ટર પર કાળી શાહી લગાવવાના કેસમાં છ યુવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પૈકી પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા સંજય માવાણીની ધરપકડ કરી છે.
પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી છે તેમાં સંજય માવાણી, મહેશ ઉર્ફે માઈકલ વાઘાણી, દે વ પટેલ, નીરવ પાનસૂરિયા, અજય ઠુમર અને એક અજાણ્યા યુવકનો સમાવેશ થાય છે. સી.આર. પાટિલની કાર રેલી પહેલાં પોસ્ટર પર કાળી શાહી લગાવવાનો મામલો ચગ્યો હતો અને આ કેસમાં કાપોદ્રા પોલીસે 6 વ્યક્તિ વિરૂધ્ધ પોલિસ ફરિયાદ નોંધી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. નાના વરાછા ચોપાટી ફૂટ ઓવર બ્રિજ નીચે ભાજપના નેતાઓનાં બેનર લાગ્યાં હતાં. આ બેનરમાં નીતિન પટેલને બાદ કરતાંપોસ્ટરમાં દર્શાવાયેલા ભાજપના તમામ નેતાઓના મોઢે કાળી શાહી લગાવી દેવાઈ હતી.
સુરતમાં C.R.ની રેલી પહેલાં ભાજપનાં પોસ્ટરો પર કાળી શાહીના કેસમાં છ સામે ફરિયાદ, જાણો ‘પાસ’ના કોની થઈ ધરપકડ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 09:54 AM (IST)
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલની કાર રેલી પહેલાં સુરતમાં ભાજપનાં પોસ્ટર પર કાળી શાહી લગાવવાના કેસમાં છ યુવાનો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -