શોધખોળ કરો

સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

Surat: સુરત પાલિકામાં પ્રજાના પૈસાનો ખર્ચ કરતી વખતે કરકસરના નિયમો જાણે ભૂલાઈ જતા હોય તેમ દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરત પાલિકાની સામાન્ય સભામાં મોંઘા ભજીયાનો ખર્ચ ચર્ચામાં.
  • બજાર કરતા બમણા ભાવે ૧૩૦ કિલોથી વધુ ભજીયા ખરીદાયા.
  • ભજીયા પાછળ પાલિકાને આશરે ૧ લાખનો ખર્ચ થયો.
  • પ્રજાના પૈસે આવા મોંઘા ખર્ચ સામે સવાલો ઉઠ્યા.

Surat: સુરત પાલિકામાં પ્રજાના પૈસાનો ખર્ચ કરતી વખતે કરકસરના નિયમો જાણે ભૂલાઈ જતા હોય તેમ દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, પરંતુ પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો અને અન્ય લોકો માટે 800 રૂપિયા કિલોના ભજીયા મંગાવવામાં આવ્યા હતા. તેમાં પણ માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી 750 રૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાયા હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર ભજીયા પાછળ જ 1 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ થયો હોવાની ચર્ચાએ સવાલો ઊભા કર્યા છે.

 

ચંદની પડવાના તહેવાર નિમિત્તે ઘારીનું બિલ આશરે 20 હજાર રૂપિયા થયું, જ્યારે ભજીયાનું બિલ તેના કરતાં પાંચ ગણું હોવાનું કહેવાય છે. શહેરમાં અડધા ભાવે ભજીયા મળતા હોવા છતાં મેયર અને શાસકોને આટલા મોંઘા ભજીયા મંગાવવાની ફરજ કેમ પડી? પ્રજાની તિજોરીમાંથી ખર્ચ કરવાનો હોય એટલે ભાવ જોવાની જરૂર જ નહીં? તેવા સવાલો સાથે પાલિકામાં 'કોના બાપની દિવાળી?' અને 'દલાતરવાડી જેવો ઘાટ' થયાની કટાક્ષભરી ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો....PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી

સુરતીઓ ખાવાપીવાના શોખીન છે અને તેમાં પણ ભજીયા સુરતીઓની ઓળખ સમાન છે. જોકે, પાલિકાની સામાન્ય સભામાં પીરસાયેલા ભજીયાનો ભાવ સાંભળીને ભજીયાના શોખીનો પણ ચોંકી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવાળી પહેલાં યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં નગરસેવકો ઉપરાંત અધિકારીઓ અને અન્ય હાજર લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં શહેરના સૌથી મોંઘા ગણાતા ભજીયા મંગાવવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. બજારમાં સામાન્ય રીતે 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા ઉપલબ્ધ હોવા છતાં 800 રૂપિયા કિલોના ભજીયા પસંદ કરવામાં આવ્યા હતા.

આશ્ચર્યની વાત એ છે કે આટલી મોંઘી ખરીદીમાં પણ પાલિકાને કિલોએ માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. આમ, 750 રૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાતાં તેનું બિલ 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ચંદની પડવાના તહેવાર નિમિત્તે સામાન્ય સભામાં ઘારી પણ પીરસવામાં આવી હતી. ઘારીનો કિલોદીઠ ભાવ પણ ભજીયાની નજીક હોવા છતાં તેનું કુલ બિલ આશરે 20 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. તેની સામે માત્ર ભજીયા પાછળ પાંચ ગણો ખર્ચ થયો હોવાની ચર્ચા છે.

પાલિકાની તિજોરીમાં જમા થતા નાણાં પ્રજાના વેરામાંથી આવે છે. ત્યારે સામાન્ય સભાના નાસ્તા માટે બજારભાવ કરતાં આટલા મોંઘા ભજીયા મંગાવવાની જરૂરિયાત શું હતી તે સવાલનો જવાબ મળવો જરૂરી છે. દિવાળીની ઉજવણીના નામે ખર્ચ કરવામાં વાંધો ન હોઈ શકે, પરંતુ પ્રજાના પૈસે મોંઘી મિજબાની યોજાય અને તેમાં કરકસરનો વિચાર જ ન થાય તો સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. હવે આ ખર્ચને કોણે મંજૂરી આપી અને મોંઘા ભજીયાની પસંદગી કયા આધારે કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Frequently Asked Questions

સુરત પાલિકામાં ભજીયાના ખર્ચ અંગે શા માટે ચર્ચા થઈ રહી છે?

પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો અને અન્ય લોકો માટે બજારભાવ કરતાં ઘણા મોંઘા (રૂ. 750/કિલો) ભજીયા મંગાવવામાં આવ્યા હતા. આ પાછળ આશરે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાથી સવાલો ઊભા થયા છે.

પાલિકા દ્વારા મંગાવવામાં આવેલા ભજીયાનો બજારભાવ કરતાં કેટલો વધુ ભાવ હતો?

પાલિકાએ રૂ. 750 પ્રતિ કિલોના ભાવે ભજીયા મંગાવ્યા હતા, જ્યારે સામાન્ય રીતે બજારમાં ભજીયા રૂ. 350 થી 500 પ્રતિ કિલોના ભાવે મળે છે. આ ભાવ બજારભાવ કરતાં લગભગ બમણા છે.

પાલિકાની સામાન્ય સભામાં ભજીયા અને ઘારી પાછળ કુલ કેટલો ખર્ચ થયો?

ભજીયા પાછળ આશરે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે ઘારીનું બિલ આશરે 20 હજાર રૂપિયા થયું હતું. આમ, ભજીયાનો ખર્ચ ઘારીના ખર્ચ કરતાં પાંચ ગણો હતો.

મોંઘા ભજીયા અને ઘારી કોના માટે મંગાવવામાં આવ્યા હતા?

દિવાળી પહેલાં યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં નગરસેવકો, અધિકારીઓ અને અન્ય હાજર લોકો માટે આ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Embed widget