સુરત:  ભરૂચ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં દંપત્તિનું મોત નિપજ્યું છે. બોલેરો ગાડીએ રફ્તારનો કહેર વર્તાવી દંપત્તિને મોતને ઘાટ ઉતારી દીધું હતું.  ભરૂચ હાઇવે પર અકસ્માત સમયે પતિનું મોત થયું જયારે ભરૂચ સિવિલમાં યોગ્ય સારવાર નહિ મળતા પત્નીનું પણ મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો છે.  ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને ભરૂચ નવી સિવિલથી સુરત નવી સિવિલ લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં જ મહિલાૉનું પણ મોત થયું. આ મામલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. મૃતક પંકજસિંહ રાજપૂતની ઉંમર 50 વર્ષની હતી અને તેમના પત્ની રેણુંદેવી રાજપૂતની ઉંમર 45 વર્ષની હતી. મૃતક મૂળ બિહારના વતની છે. મૃતક દંપત્તિને પરિવારમાં 2 બાળકો છે. આમ દંપત્તિના મોતથી બાળકોએ અચાનક માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. 


મહેસાણાની આ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા


મહેસાણા: કડીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. ઈન્દ્રશીલ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થિની મુળ દાહોદ જિલ્લાના શામલીયા ગામની રહેવાસી છે. છાયાબેન નારણભાઈ નામની વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. છાયા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની વિદ્યાર્થિનીની આત્માહત્યાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. જો કે, વિદ્યાર્થિનીએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. હાલમાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતીઓને મળી રહ્યાં છે ખાલિસ્તાની આતંકીના ધમકી ભર્યા મેસેજ


ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે. ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે.  ઉલ્લેખનિય છે કે, કેટલાક લોકોને ખાલિસ્તાની આંતકીઓનો એક  ધમકી ભર્યો મેસેજ મળ્યો છે. મેસજમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં રહો સુરક્ષિક રહો, આ  પ્રીરેકોર્ડેડ મેસજ કરીને  ધમકી આપવામાં આવી છે.આ આખો મસેજે અંગ્રેજી ભાષામાં છે.  આ મેસેજ કોણે અને ક્યાંથી શા માટે મોકલવામાં આવ્યો છે તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.