સોનગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ગુજરાતમાં મૃત્યુઆંક પણ સૌથી વધુ છે. ત્યારે આજે તાપી જિલ્લામાં કોરોના શંકાસ્પદ યુવતીનું મોત થયું છે. સોનગઢના બેડી ગામના નિશાળ ફળિયામાં રહેતી 22 વર્ષીય યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, હજુ તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યો નથી.


આ અંગેની વિગતો એવી છે કે, ગત રોજ યુવતીને વ્યારાની કોવિડ-19 હોસ્પિટલમાં આઇસોલેસન સિફ્ટ કરવામાં આવી હતી. તેમજ ગઈ કાલે જ તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાવી આપવામાં આવ્યા હતા. જોકે, રિપોર્ટ આવે તે જ પહેલા યુવતી જીંદગી સામેની જંગ હારી ગઈ હતી અને આજે તેને દમ તોડ્યો હતો. જોકે, હજુ સુધી કોરોનાનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવે પછી જ ખબર પડશે કે તેને કોરોના હતો કે નહીં, પરંતુ હાલ, તો તે જીંદગી સામેની જંગ હારી ગઈ છે.

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 12539 લોકોને કોરોના થયો છે, જેમાંથી 5219 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 749 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. હાલ, ગુજરાતમાં 6591 લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુઆંક અમદાવાદમાં છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 602 લોકોના મોત થયા છે.