સુરતમા વધુ એક હત્યાની ઘટના બની હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં પિતરાઇ ભાઇએ બહેનને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. બહેને પરિવારની મરજી વિના પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે ભાઇએ તેની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિકોએ હત્યારા ભાઇને પકડીને પોલીસને સોંપ્યો હતો. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




મળતી જાણકારી અનુસાર, શહેરના લિંબાયત વિસ્તારમા રામેશ્વર સોસાયટીમાં ચોંકાવનારી ઘટના બની હતી. પરિવારથી વિરુદ્ધ જઇને યુવતીએ એક યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેમના યુવકના પરિવાર દ્ધારા વિધિવત લગ્ન કરવામાં આવી રહ્યા હતા. લગ્નના એક દિવસ અગાઉ યુવક અને યુવકીની હલ્દી સેરેમની યોજાઇ રહી હતી ત્યારે યુવતીનો પિતરાઇ ભાઇ મોનુ પાટિલ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોતાની બહેન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જોકે બાદમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. બીજી તરફ હુમલો કરનાર મોનું પાટીલને પકડીને સ્થાનિકોએ પોલીસના હવાલે કર્યો હતો. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


વાસ્તવમાં કલ્યાણી પાટીલ નામની યુવતીએ જીતેન્દ્ર મહાજન નામના યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ જઇને એક મહિના અગાઉ કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે, કોર્ટ મેરેજને એક મહિનો વીતી ગયો હોવાથી યુવક અને યુવતીના વિધિવત લગ્ન કરવાનો નિર્ણય યુવકના પરિવારજનોએ લીધો હતો.




દરમિયાન લગ્નના આગલા દિવસે લગ્નમંડપમાં યુવતી અને યુવકની હલ્દી સેરેમની ચાલી રહી હતી ત્યારે કલ્યાણીનો પિતરાઇ ભાઇ મોનુ પાટીલ ત્યાં આવી પહોચ્યો હતો અને વરરાજા કે તમામ પરિવારજનો કોઈ જ વિચાર કરે તે પહેલા ભાઈએ તેની બહેન પર હુમલો કરી દીધો હતો. જેને ગંભીર ઇજા પહોંચતા લગ્નમંડપમાં જ યુવતી ઢળી પડી હતી. યુવતી પરિવારજનોની નજર સામે લોહીથી લથપથ કણસતી રહી હતી. બાદમાં યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. દરમિયાન 108 ત્યાં પહોંચી જતા યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહી હતી. જોકે યુવતી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોતને ભેટી હતી.

વરરાજાના પિતા દાદાજી મહાજને જણાવ્યું હતું કે મારા ઘરે જ મારા છોકરાના લગ્ન હતા. છોકરી બીજા સમાજની હતી. મારા છોકરા સાથે એક મહિના પહેલા જ કોર્ટમાં લગ્ન થયા હતા. કોર્ટમાં લગ્ન પછી એકાદ મહિનાથી છોકરી અમારી સાથે જ રહેતી હતી. પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટમાં લગ્ન કર્યા બાદ 1 મહિનાથી છોકરીના પરિવાર દ્વારા કોઈ વિરોધ ના થતા અમે બંનેના સમાજની વિધિવત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આવતીકાલે બંનેના લગ્ન હતા. પોલીસે હત્યા કરનાર યુવતીના ભાઈ મોનુ પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.