સુરતમાં આઇસર  ચાલકની અડફેટે બે બાળકના મોત નિપજ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આઇસરનો અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતી વખતે વિદ્યાર્થીઓને આઇસર  ચાલકે અડફેટે લીધા. આઇસર  ચાલકે એક મહિલા સહિત 4 બાળકોને કચડ્યા હતા. અકસ્માતમાં બે બાળકના મોત થયા હતા.  જ્યારે મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો આઇસર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ આસપાસના સ્થાનિકો રોષે ભરાયા અને આઇસરમાં પણ તોડફોડ કરી હતી.


Crime News: સુરતની કોલેજમાં વિધર્મી યુવક ફસાવતો યુવતીઓને, હોટલમાં લઈ જઈ બનાવી લેતો બિભત્સ વીડિયો ને પછી....


Surat Crime News: ડાયમંડનગરી સુરતમાં લેવ જેહાદને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે.  વિધર્મી યુવક કોલેજમાં આવતી વિદ્યાર્થીઓને પ્રેમજાળમાં ફસાવતો. બાદમાં તેમને હોટલમાં લઈ બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો.


વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને હોટલમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી છે..સાથે જ અત્યાર સુધીમાં ત્રણ યુવતીઓને ફસાવી ચૂક્યો હોવાની પણ વાયરલ વીડિયોમાં કબૂલાત કરી છે. વિધર્મી યુવક પોતાનું નામ જીત બતાવતો હતો અને પ્રેમજાળમાં ફસાવી બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. ગઈકાલે ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ મુદ્દે હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી.


વિશ્વ હિન્દુ પરિષદે શું લગાવ્યો આરોપ


વિશ્વ હિન્દુ પરિષદનો આરોપ છે કે, કેટલાક વિદ્યર્મીઓ ષડયંત્ર રચી રહ્યાં છે અને યુવતીઓને ફસાવવાની કોશિશ કરી રહ્યાં છે.VHPએ કેટલાક યુવકોની રેકી કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. .હવે વિધર્મી યુવકની કબૂલાતનો વીડિયો પણ વાયરલ થયો છે.




 



પાટીદાર સીટો પર કેવું રહ્યું છે ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન ?


ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને સત્તા પરથી હટાવવા માટે પોતપોતાની વ્યૂહરચના હેઠળ પ્રચાર કરી રહી છે, પરંતુ ગુજરાતની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પાટીદાર સમુદાય પર વધુ ભાર મૂકી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં પણ પાટીદારોનો ઝુકાવ છે, સત્તા તે પક્ષ પાસે જઈ શકે છે. આવો જાણીએ ગુજરાતમાં પાટીદારોનું રાજકીય મહત્વ શું છે.