Surat News: સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતી વખતે 39 વર્ષીય રત્નકલાકાર અજય અકબરીનું ઓચિંતા મોત થયું છે. નીલકંઠ વરણી સોસાયટીમાં ગરબા રમતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા. પરિવારે  તેમને તાત્કાલિક ન્યૂ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Continues below advertisement

સુરતમાં ગરબા રમતી વખતે એક રત્નકલાકારનું ઓચિંતા મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શહેરના વેલંજા વિસ્તારમાં આવેલી નીલકંઠ વરણી સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં 39 વર્ષીય અજય અકબરી ગરબા રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા.

અજયભાઈ અચાનક ઢળી પડતાં સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ અજય અકબરીને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક રિપોર્ટ મુજબ, તેમનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે.

Continues below advertisement

આ પણ વાંચો: ઓખા અને થરા પાલિકાના નવા પ્રમુખ માટે કવાયત તેજ, આ નામ ચર્ચામાં મોખરે

મૃતક અજય અકબરી મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના વતની હતા અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અકાળે અવસાનથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.                       

અચાનક હાર્ટ અટેક આવવાના કારણો

જો વ્યક્તિ જીમિંગ કરતી હોય અને દરરોજ કસરત કરતી હોય, તો પણ કેટલીક ખરાબ ટેવો હાર્ટ એટેકનું જોખમ ઉભી કરી શકે છે. જો તમારું હૃદય સ્વસ્થ હશે તો તમારું શરીર પણ સ્વસ્થ રહેશે, પરંતુ જો હૃદય જ સ્વસ્થ ન હોય તો કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેકનું જોખમ હોઈ શકે છે. ચાલો જાણીએ હાર્ટ એટેક આવવાના કારણો શું હોઈ શકે છે.

હાર્ટ એટેકના કારણે

 હાઈ બ્લડ પ્રેશર હાયપરટેન્શનની સમસ્યા એટલે કે હાઈ બ્લડપ્રેશર પણ હાર્ટ એટેક આવવાના જોખમમાં સામેલ છે. હાયપરટેન્શન એ હૃદયના સ્વાસ્થ્ય માટે એક મોટું જોખમ છે. તે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે ધમનીઓની લવચીકતા ઓછી થવા લાગે છે અને લોહીના પ્રવાહમાં વધારો થવાથી ઓક્સિજન અને લોહી હૃદય સુધી ઝડપથી પહોંચે છે. જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે અચાનક હાર્ટ એટેકનો ખતરો ઉભો થઈ શકે છે.

 ઉચ્ચ કોલેસ્ટ્રોલ

દરેક વ્યક્તિના શરીરમાં સારા કોલેસ્ટ્રોલની સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ એક ફેટી પદાર્થ છે, જે ધમનીઓમાં સંગ્રહિત થાય છે. આના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે, જેના કારણે શરીરના ઘણા ભાગોમાં લોહીનો પુરવઠો યોગ્ય રીતે નથી પ્રવાહિત થશો.  લોહીના પ્રવાહમાં અવરોધને કારણે, શરીરના ઘણા ભાગોમાં દુખાવો થવા લાગે છે, જે ઘણી વખત તીવ્ર બને છે. હાઈ કોલેસ્ટ્રોલ લોહીને યોગ્ય રીતે હૃદય સુધી પહોંચવા દેતું નથી, જેનાથી અચાનક હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

 ધૂમ્રપાન

વધુ પડતા ધૂમ્રપાનથી હૃદય સંબંધિત બીમારીઓ તેમજ અચાનક હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ ધમનીઓની કામગીરીમાં અવરોધ લાવી શકે છે અને અચાનક હાર્ટ એટેક તરફ દોરી શકે છે.

સ્થૂળતા

સ્થૂળતા ઘણા ખતરનાક રોગોનું જોખમ પેદા કરી શકે છે. માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ તેના કારણે શરીરમાં જન્મ લઈ શકે છે. સ્થૂળતાને કારણે ધમનીઓ બ્લોક થઈ શકે છે અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.