નવસારીઃ વલસાડ અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વલસાડમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 12.46 કલાકે આંચકો અનુભવાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં બપોરે ૧૨.૧૮ મિનિટે 1.4 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાનો કેન્દ્ર બિંદુ ૪૦ કિલોમીટર દૂર છે. વાંસદા, રાણી ફળીયા, ઉપસળ, ચિકટિયા, દુબળ ફળીયા, લીમઝર જેવા ગામોમાં ઝાટકાનો અનુભવ થયો.


અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દૈનિક મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 25 લોકોના મોત નીપજ્યા પછી આજે 28 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કાલકમાં 16,608 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 17,467 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 86.77 ટકા છે. 


આજે થયેલા 28 લોકોના મોતની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 10, વડોદરા કોર્પોરેસનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 3, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, નવસારીમાં 1, ખેડામાં 1, પંચમહાલમાં 1, જામનગરમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને  બોટાદમાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત નીપજ્યું છે. 
રાજ્યમાં હાલ કુલ 1,34,261 એક્ટિવ કેસો છે. જેમાંથી 255 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1,34,006 લોકની તબિયત સ્થિર છે. અત્યાર સુધીમાં 98405 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 10302 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5303, વડોદરા કોર્પોરેશનમાં 3041, રાજકોટ કોર્પોરેશનમાં 1376, સુરત કોર્પોરેશનમાં 1004,  વડોદરામાં 761, સુરતમાં 472, જામનગર કોર્પોરેશનમાં 357, ગાંધીનગર કોર્પોરેશનમાં 309. ભાવનગર કોર્પોરેશનમાં 293, ભરૂચમાં 273, રાજકોટમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244 કેસ નોંધાયા હતા.