સુરતઃ કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સુરતમાં નવી કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ હોસ્પિટલના પાંચમા માળેથી નીચે પટકતા એન્જિનિયરનું મોત થયું છે. ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોસ્પિટલના સુપર વિઝન માટે ગયા હતા, તે સમયે આ ઘટના બની હતી.

મળતી વિગતો પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે કોવિડ હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવા માટે CMએ જાહેરાત કરી છે. જેને પગલે સ્ટેમસેલ બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેના સુપરવિઝન માટે આજે ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત વી શિહોરા ગયા હતા.

દરમિયાન કોવિડ હોસ્પિટલના પાછળના ભાગમાં પાંચમા માળેથી નીચે પટકાયા હતા. જેથી તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ફરજ પર હાજર તબીબ દ્વારા ઈજનેરને મૃત જાહેર કરાયા હતા.