તાપીઃ તાપી જિલ્લા માટે કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલો પ્રથમ કેસનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં વ્યારા તાલુકાના માયપુર ગામે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની વ્યારાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે.

14 દિવસ બાદ મહિલાને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. કોવિડ-19 હોસ્પિટલના મેડકીલ સ્ટાફ દ્વારા કોરોનાને મ્હાત આપરનાર દર્દીને તાળી પાડી વધાવી લેવામાં આવ્યા હતા. જિલ્લામાં બીજો કોરોના પોઝીટીવ કેસ ગત બે દિવસ પહેલા નોંધાયો હતો જેની કેન્સરની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જિલ્લામાં બીજો પોઝીટીવ કેસ કુકરમુંડાના ઇટવાઈ ગામે નોંધાયો હતો.