શોધખોળ કરો

Surat News: ગજેરા બંધુઓ સામે હાઈકોર્ટના આદેશ બાદ છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરતમાં ગજેરા બંધુઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સુરત ઇકો સેલે 1928 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.

સુરત: સુરતમાં ગજેરા બંધુઓ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સુરત ઇકો સેલે 1928 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી પ્રવિણ અગ્રવાલ શાંતી રેસીડેન્સીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. આરોપ છે કે ફરિયાદીના નામનો એક બોગસ રાજીનામું આપતો લેટર તૈયાર કર્યો. આ લેટરમાં ફરિયાદીની ખોટી સહીઓ કરવામાં આવી હતી અને તેને આધારે તેમને કંપનીના ડિરેક્ટર પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા અને મિલેનીયમ પ્રોજેક્ટની દુકાનોના વેચાણમાં પણ ભારે ગેરરીતિના આરોપ છે અને જંત્રી સિવાયની 84 ટકા રકમ ગેરકાયદેસર રીતે પચાવી હોવાનો દાવો છે. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી જાનથી મારવાની ધમકીનો પણ આરોપ લાગ્યો છે. 

કુલ 8થી વધુ શખસો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

ફરિયાદી પ્રવિણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદને આધારે ચુનીભાઇ હરીભાઇ ગજેરા, વસંત હરીભાઇ ગજેરા, અશોકભાઇ હરીભાઇ ગજેરા સહિત કુલ 8થી વધુ શખસો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી સરકારી રેકોર્ડમાં પણ ચેડાં કર્યા હતા. કોડ સોલ્યુશન્સના ડીલર ગૌતમ પ્રજાપતિની મદદથી બોગસ ડિજિટલ સહીઓ ઉભી કરવામાં આવી હતી.  કંપનીના શેર હોલ્ડિંગમાં ફેરફાર કરવા માટે પણ રાકેશ ગજેરાએ ફરિયાદી, તેમની પત્ની શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની ખોટી સહીઓ ઇક્વિટી શેર ઓફર લેટરમાં કરી હતી. આ રીતે ફરિયાદીના પરિવારનો કંપનીમાં રહેલો હિસ્સો ગેરકાયદેસર રીતે ઘટાડી દઈ આરોપીઓએ આર્થિક ફાયદો મેળવ્યો હતો.

કાર્યવાહી ન થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો

અગાઉ સ્થાનિક કક્ષાએ રજૂઆત છતાં કાર્યવાહી ન થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રવિણ અગ્રવાલ ‘શાંતિ રેસીડન્સીસ પ્રાઇવેટ લિમિટેડ’માં 43 ટકા હિસ્સો ધરાવતા હતા. આ હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુઓએ મોટું ષડયંત્ર રચ્યું હતું. કંપનીની મિલકતો માર્કેટ ભાવે વેચી, ચોપડે માત્ર જંત્રીની રકમ બતાવી કરોડોની ઉચાપત કરી હતી. આ નાણાં હવાલા મારફતે હોંગકોંગ મોકલાયા હતા. ફરિયાદીની બોગસ ડિજિટલ સહી કરી તેમનું રાજીનામું અપાવી ડિરેક્ટર પદ પરથી હટાવી દેવાયા હતા. બનાવટી સહીઓ દ્વારા ફરિયાદીનો 43 ટકા હિસ્સો ઘટાડીને માત્ર 4.02 ટકા કરી દેવામાં આવ્યો હતો.આ સમગ્ર બાબતે ફરિયાદી પ્રવિણ અગ્રવાલે સુરતના પોલીસ કમિશનરને સંબોધીને ફરિયાદ કરી હતી પરંતુ જે તે સમયે ગુનો દાખલ નહીં થતા પ્રવિણ અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ પીટિશન દાખલ કરીને ગુનો નોંધવાની માંગણી કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Advertisement

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget