સુરતઃ સ્પામાં રહસ્યમય સંજોગોમાં યુવતીનું મોત, અનેક તર્કવિતર્ક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Jan 2021 05:29 PM (IST)
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સરથાણા સ્થિત અવધ શોપીંગ સેન્ટર ખાતે સ્પામાંથી લાશ બહાર કાઢવામાં આવી છે. સ્પામાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ દોડતી ગઈ છે. જોકે, મોત પાછળનું કારણ અકબંધ છે. મળતી વિગતો પ્રમાણે, 40 વર્ષીય યુવતીની લાશ સ્પામાંથી મળી આવી છે. હત્યા, આત્મહત્યા કે પછી અન્ય કોઈ સેવન કરતા થયું મોત એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું કારણ સામે આવી શકે છે.