સુરતઃ સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દર્દીઓની સારવાર માટેની તૈયારી શરૂ કરી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં હોસ્પિટલોમાં બેડ વધારવા ઉપરાંત ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાંખવાની તૈયારી શરૂ કરી છે.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્મીમેર હોસ્પિટલ ખાતે 500 બેડની હોસ્પિટલ આગામી 5 દિવસ કાર્યરત કરવાની  તૈયારી કરી નાખી છે.  આ ઉપરાંત 20 જેટલી ખાનગી હોસ્પિટલ અગાઉ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી પણ કોરોનાના કેસો ઘટતાં તેમને સામાન્ય હોસ્પિટલ બનાવી દેવાઈ હતી. હવે આ તમામ હોસ્પિટલને ફરી કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. સતત વધી રહેલા કેસના કારણે આ નિર્ણય લેવાયો છે.


સુરતમાં કોરોનાની સ્થિતિ સતત વકરી રહી છે. 15 દિવસ અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ સુરતમાં 462 એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં 1187  એક્ટિવ કેસ છે. સુરતમાં છેલ્લા 15વસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના અગાઉ 14 ફેબુ્રઆરીના રોજ સુરતમાં 38  ક કેસ નોંધાયા  હતા જ્યારે હવે છેલ્લા બે દિવસથી 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરથી જ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સ્થિતિ કેટલી વકરી છે તેનો અંદાજ મેળવી શકાય છે. સુરતમાં કોરોનનાા કુલ કેસનો આંક 55,829 જ્યારે કુલ મરણાંક 978 છે.