ભરુચઃ જંબુસરના ઉરછદ ગામે કોંગ્રેસ દ્વારા એક લોકડાયરાનું આયોજન કરાયું હતું. લોક ડાયરામાં પાદરાના કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર પણ હાજર રહ્યા હતા અને તેમણે તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારને મત આપવા ડાયરામાં લોકોને અપીલ કરી હતી.
બીજી તરફ આ જ ડાયરામાં એક યુવકે ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ બીજેપીના નારા લગાવતા ડાયરામાં સોપો પડી ગયો હતો. જોકે, આ યુવક કોણ છે, તે જાણી શકાયું નથી. જોકે, કોંગ્રેસ આયોજિત ડાયરામાં યુવકે ભાજપનો પ્રચાર કરતા થોડીવાર માટે ખળભળાટ ગયો હતો.
કોંગ્રેસના ડાયરામાં ઘૂસીને યુવકે કર્યો ભાજપનો પ્રચાર, જાણો કોણ છે આ યુવક અને શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 11:57 AM (IST)
ડાયરામાં એક યુવકે ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ બીજેપીના નારા લગાવતા ડાયરામાં સોપો પડી ગયો હતો. જોકે, આ યુવક કોણ છે, તે જાણી શકાયું નથી.
તસવીરઃ યુવકે ગાયક કલાકારના હાથમાંથી માઇક ખેંચી લઈ બીજેપીના નારા લગાવતા ડાયરામાં સોપો પડી ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -