પત્રકારો દ્વારા તે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, તે અંગે પ્રશ્ન પૂછાતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ખબર નથી. મારું પ્લાનિંગ તમને કેમ ખબર પડે? આમ કહીને તેમણે આ અંગે કંઈ ખ્યાલ ન હોવાનું કહી દીધું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું.
નોંધનીય છે કે, ૫ વર્ષ પહેલા ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નેશનલ હાઈવે પર કામરેજ નજીક પાસ ના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જેને લઇ પાસ અલ્પેશ કથીરિયા સહીત અનેક લોકો પણ ગુના નોંધાયા હતા અને જેમાં કાર્યકરોની પૂછપરછ બાદ હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું.
કામરેજ પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીતના કાર્યકરો પર ગુનો નોંધ્યો હતો. આ કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહ્યો છે, જેની આજરોજ તારીખ હતી અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે મીડિયા દ્વારા પુછાયેલા કોંગ્રેસ સાથે નારાજગી તેમજ આમ આદમી પાર્ટી સાથેના જોડાણના સવાલ પૂછતાં હાર્દિકે તેના જવાબ આપ્યા હતા.
કઠોર કોર્ટમાં આજરોજ ઉપરોક્ત ચાલી રહેલા કે,માં ચાર્જ ફ્રેમ થવાની હતી, પરંતુ હાર્દિક સિવાય અન્ય આરોપી અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રેહતા આજે કોર્ટ કાર્યવાહી અધુરી રહી હતી તેમજ નામદાર કોર્ટ દ્વારા આગામી ૧૨ એપ્રિલના દિવસે વધુ કાર્યવાહીની તારીખ ફાળવી હતી.