હાર્દિકના સમર્થકોએ આમ આદમી પાર્ટીને સુરતમાં મદદ કરી હોવાના મુદ્દે હાર્દિકે શું કહ્યું?

પત્રકારોએ હાર્દિકના સમર્થકોએ સુરતમાં આમ આદમી પાર્ટીને સુરતમાં મદદ કરી હોવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પાર્ટી હોય ચૂંટણી લડે. કોઈ પણ પાર્ટી હોય રિઝલ્ટ સારું લાવે. ભાજપ પણ લાવી, આમ આદમી પાર્ટીને અહીં આવ્યું.

Continues below advertisement
સુરતઃ આજે સુરત જીલ્લાના કઠોર ન્યાયલય ખાતે કોંગ્રેસના હાર્દિક પટેલે હાજરી આપી હતી. ૫ વર્ષ પહેલાના હાઈવે પર ચક્કાજામના કેસમાં આજે તારીખ હતી. જોકે સહઆરોપી ગેરહાજર રેહતા વધુ સુનાવણી ૧૨ એપ્રિલના હાથ ધરાશે. હાર્દિક નારાજ છે તે મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, હું ખુશ છું. ગઈ કાલે જ સુરતમાં કાર્યકર્તાઓને મળ્યો છું. ઘર મોટુ છે એટલે ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. ઘરની વાત છે. ઘરમાં કોઈ ચિંતા નથી. ઘરની વાત ઘરમાં બેસીને સુલઝાવી દઈશુ. પત્રકારોએ હાર્દિકના સમર્થકોએ સુરતમાં આમ આદમી પાર્ટીને સુરતમાં મદદ કરી હોવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પાર્ટી હોય ચૂંટણી લડે. કોઈ પણ પાર્ટી હોય રિઝલ્ટ સારું લાવે, ભાજપ પણ લાવી, આમ આદમી પાર્ટીને અહીં આવ્યું. કાલે તાલુકા-જિલ્લા પંચાયતોમાં અમારું આવશે. સમયાંતરે રિઝલ્ટ આવતા રહેતા હોય જનતા જેને મદદ કરતી હોય તે સત્તામાં આવીને બેસતા હોય. જોકે, આ સમયે તેમણે પોતાના સમર્થકો વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. પત્રકારો દ્વારા તે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, તે અંગે પ્રશ્ન પૂછાતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ખબર નથી. મારું પ્લાનિંગ તમને કેમ ખબર પડે? આમ કહીને તેમણે આ અંગે કંઈ ખ્યાલ ન હોવાનું કહી દીધું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે, ૫ વર્ષ પહેલા ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નેશનલ હાઈવે પર કામરેજ નજીક પાસ ના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જેને લઇ પાસ અલ્પેશ કથીરિયા સહીત અનેક લોકો પણ ગુના નોંધાયા હતા અને જેમાં કાર્યકરોની પૂછપરછ બાદ હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું. કામરેજ પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીતના કાર્યકરો પર ગુનો નોંધ્યો હતો. આ કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહ્યો છે, જેની આજરોજ તારીખ હતી અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે મીડિયા દ્વારા પુછાયેલા કોંગ્રેસ સાથે નારાજગી તેમજ આમ આદમી પાર્ટી સાથેના જોડાણના સવાલ પૂછતાં હાર્દિકે તેના જવાબ આપ્યા હતા. કઠોર કોર્ટમાં આજરોજ ઉપરોક્ત ચાલી રહેલા કે,માં ચાર્જ ફ્રેમ થવાની હતી, પરંતુ હાર્દિક સિવાય અન્ય આરોપી અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રેહતા આજે કોર્ટ કાર્યવાહી અધુરી રહી હતી તેમજ નામદાર કોર્ટ દ્વારા આગામી ૧૨ એપ્રિલના દિવસે વધુ કાર્યવાહીની તારીખ ફાળવી હતી.
Continues below advertisement
Sponsored Links by Taboola