Gujarat Rain Update: હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 6 કલાકમાં 75 તાલુકામાં નોંધાયો વરસાદ
તાપીના ડોલવણમાં 6 કલાકમાં 6.34 ઈંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 6 કલાકમાં 4.25 ઈંચ વરસાદ
તાપીના વાલોદમાં 3.31 ઈંચ વરસાદ
આણંદના ઉમરેઠમાં 2.76 ઈંચ વરસાદ
નડિયાદ તાલુકામાં 2.56 ઈંચ વરસાદ
વલસાડના ઉમરગામમાં 2.44 ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં 2.01 ઈંચ વરસાદ
નવસારીના ચીખલીમાં 1.85 ઈંચ વરસાદ
નવસારીના ગણદેવીમાં 1.77 ઈંચ વરસાદ
સુરતના બારડોલીમાં 1.69 ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં 1.57 ઈંચ વરસાદ
નવસારીના ખેરગામમાં 1.54 ઈંચ વરસાદ
આગામી 24 કલાકમાં વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી કે 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસશે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્કયુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.... આજે 13 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે... યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો મહિસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે... તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસશે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન વ્યકત કરાયું... ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.... રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85.73 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.73 ટકા, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા અને મધ્ય ગુજરાતમાં 81.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.... અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.