Valsad Rain: વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. સવારે દસ વાગ્યા સુધીમાં વાપી તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.  વલસાડ શહેરમાં 1.5 ઇંચ, કપરાડા અને પારડી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.  ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.


ઉમરગામના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  રસ્તાઓ પર પાણી ભરાયું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 


ઉમરગામના સંજાણ ગામમાં ભારે વરસાદના કારણે ગામના બ્રિજ નીચે પાણી ભરાઈ ગયા હતા.  આ પાણી ભરાવાના કારણે ઘણા વાહનો ખાડામાં ખાબકી ગયા હતા, જેના કારણે ભારે નુકશાન થયું છે.


વલસાડના તિથલ દરિયા કિનારે NDRF (National Disaster Response Force) ની ટીમ આજે પહોંચી છે.  આ ટીમ આગામી પાંચ દિવસ સુધી વલસાડમાં રહેશે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ કરશે.


ટીમનો મુખ્ય હેતુ સંભવિત પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું તે અંગે તાલીમ આપવાનો અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવાનો છે.  ટીમ દ્વારા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંની પરિસ્થિતિનો જાણવામાં આવશે.


આ ઉપરાંત, ટીમ દ્વારા પાણી ભરાવાની સ્થિતિમાં લોકોને કેવી રીતે બચાવવા તે અંગે તાલીમ પણ આપવામાં આવશે.  આ તાલીમમાં સ્થાનિક લોકો, સરકારી અધિકારીઓ અને સ્વયંસેવકોનો સમાવેશ થશે.


આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.


આ ભારે વરસાદ (Rain) સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.


ભારે વરસાદ (Rain)ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.



હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) થઈ શકે છે.


આ પણ વાંચોઃ


છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો