સુરતઃ MD ડ્રગ્સ રેકેટમાં 5 મોટા બિઝનેસમેનનાં નામ ખૂલતાં પૂછપરછ શરૂ, જાણો કોણ છે આ બિઝનેસમેન ? ડ્રગ્સ કેસમાં શું સંડોવણી છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Oct 2020 09:49 AM (IST)
સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલોગ્રામથી વધુ એમ.ડી.ડ્રગ્સના કેસમાં કરોડપતિ પરિવારના નબિરાની આદિલની ધરપકડ કરી પછી એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યાં છે.
પ્રતિકાત્મક તસવીર
સુરતઃ સુરતમાં રૂપિયા 1 કરોડ થી વધુનું MD ડ્રગ્સ મળી આવવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી ની ધરપકડ કરી છે. આ કેસમાં પિયૂષ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બીજી તરફ ડ્રગ્સ કાંડમાં સુરતના પાંચ મોટા બિઝનેસમેનનાં નામ ખૂલતાં તેમની પૂછપરછ પણ ચાલુ છે. પોલીસે ઝડપેલો આરોપી પિયૂષ ફેક્ટરીમાં MD દ્રગ્સ બનાવવામાં સંકેતનો પાર્ટનર હતો. ડ્રગ્સ કાંડનો સૂત્રધાર આરોપી આદિલ વેસુમાં ડ્રગ્સ પાર્ટી કરતો અને આ ડ્રગ્સ પાર્ટી માં સામેલ મોટા ગજાના 5 બિઝનેસમેનની પૂછપરછ ચાલુ છે. આ બિઝનેસમેનમાં શૈલેષ, હિતેશ, કપિલ, રજત અને મીનાલનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા તમામની પૂછપરછ ચાલુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલોગ્રામથી વધુ એમ.ડી.ડ્રગ્સના કેસમાં કરોડપતિ પરિવારના નબિરાની આદિલની ધરપકડ કરી પછી એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યાં છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા રાંદેરના સલમાનના ભાગીદાર આદિલ નુરાનીને પોલીસે કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. આદિલ સુરતના અત્યંત પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલના માલિક સલીમ નુરાનીનો પુત્ર છે. સલીમ નુરાની પોતે સુરતની પોશ મનાતી કરીબામાદ સોસાયટીમાં રહે છે.