સુરત: સુરતની સેશન કોર્ટે જેલમાં બંધ આસારામના દિકરા નારાયણ સાંઈને 2013માં એક મહિલા ભક્તની સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં આજે થોડીવારમાં સજાની જાહેરાત થવાની છે. નારાયણ સાંઈ સહિતના આરોપી હાલ લાજપોર જેલમાં બંધ છે. આ સિવાય ગંગા, જમના, કૌશલ અને રમેશ મલ્હોત્રા પણ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

કોર્ટ રૂમમાં નારાયણ સાંઈના વકીલ અને સરકારી વકીલ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. આ દરમિયાન નારાયણ સાંઇએ ચાલુ દલીલો વચ્ચે એક પત્ર લખ્યો છે. નારાયણ સાંઇ તરફથી તેના વકીલે તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી.

સાંઈના વકીલની દલીલ હતી કે, સાંઈએ પાંચ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હોવાથી તેને ઓછોમાં ઓછી સજા થવી જોઈએ. દલીલો વચ્ચે નારાયણ સાઈને કાગળ અને પેન આપવામાં આવી હતી. સાઇએ કાગળમાં લખ્યું હતું કે, તેને દોષિત જાહેર કરવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવામાં આવે.