સુરતઃ શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર યુવકે બાળત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરાને દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો છે. આ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, 15 વર્ષીય સગીરાની માતાએ સચિન વિસ્તારમાં પાલીગામ સ્થિત માધવ રેસિડેન્સીમાં રહેતા પુખરાજસિંહ ઉર્ફે ભઈમ કમલસિંહ બેઘેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે આજથી બે મહિના પહેલા ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પુખરાજસિંહે પ્રેમસંબંધ રાખી તેને લલચાવી ફોસલાવી ફરિયાદની ગેરહાજરીમાં ફરિયાદીના જ ઘરે દીકરી એકલી હોય તે વખતે આી તેની સાથે શારીરિક સંબંધ રાખ્યા હતા. જેને કારણે સગીરા દોઢ મહિના પ્રેગ્નનેન્ટ થઈ ગઈ છે.
ભોગ બનનાર સગીરાને બે મહિનાથી માસિક નહીં આવતા અને સગીરાને પેટમાં દુઃખતા ફરિયાદીએ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા દીકરી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. દીકરી ગર્ભવતી હોવાનું જાણતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીની પૂછપરછમાં સમગ્ર હકિકત સામે આવી હતી. જેથી ફરિયાદીએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
સગીરાની માતાની ફરિયાદને આધારે સચિન જીઆઇડીસી પોલીસે આરોપી આરોપી પુખરાજ સિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ યુવકે 15 વર્ષીય સગીરા સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને થઈ ગઈ પ્રેગ્નેન્ટ, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Oct 2020 02:28 PM (IST)
ભોગ બનનાર સગીરાને બે મહિનાથી માસિક નહીં આવતા અને સગીરાને પેટમાં દુઃખતા ફરિયાદીએ દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જતા દીકરી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -