સુરતઃ માંડવીના કરંજ ગામે લગ્નના દિવસે જ બિહારી યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોનાના કહેરને કારણે હાલ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ યુવક લોકડાઉનને કારણે સુરતમાં ફસાઈ ગયો હતો. આજ રોજ બિહાર ખાતે તેના લગ્ન થવાના હતા.

લગ્ન હોવા છતાં લોકડાઉનના કારણે વતન નહીં જઈ શકતા યુવક તણાવમાં રહેતો હતો. ગઈ કાલે રાત્રે સૂતા બાદ આજે સવારે યુવક મૃત હાલતમાં મળ્યો છે. યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની પોલીસને આશંકા છે. માંડવી પોલીસે યુવકના મૃતદેહના પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે.