સુરતઃ સુરતના એલ.પી.સવાણી રોડ પર રહેતી 32 વર્ષની યુવતીને 12 વર્ષના લગ્નજીવન પછી પણ સંતાન નહોતું થયું. લોકડાઉન દરમિયાન યુવતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગના 10 વર્ષ નાના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.
યુવતી પોતાના ઘરમાં જ વોચમેન સાથે શરીર સુખ માણતી. પતિને આ વાતની જાણ થતાં પત્નિએ નફફટ થઈને પોતે આ સંબંધો રાખશે જ એવું કહી દીધું હતું. પતિ યુવતીને લઈ માતાના ઘરે જતાં પ્રેમી સાસરીમાં આવીને યુવતી સાથે મજા કરતો. યુવતી બેશરમ બનીને પોતાને છોડી દેવા પતિ પર માનસિક ત્રાસ ગુજારતી તેથી પતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં પત્નિના લગ્નેતર શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પોલીસે પત્નિની ધરપકડ કરી છે જ્યારે તેનો પ્રેમી ફરાર છે.
એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11મા માળેથી કૂદી આપઘાત કર્યો હતો. અડાજણ પોલીસે શુક્રવારે પારસની માતા નીલમબેન ( ઉ.વ.60 )ની ફરિયાદના આધારે પારસની પત્ની હિના અને પાલનપોર સ્થિત સ્તુતિ આઈકોનના વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
સુરતઃ 32 વર્ષની યુવતીને વોચમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતી શરીર સુખ, પતિને પડી ખબર તો યુવતીએ નફ્ફટાઈથી કહ્યું....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jan 2021 07:43 PM (IST)
લોકડાઉન દરમિયાન યુવતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગના 10 વર્ષ નાના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -