News: ફરી એકવાર ગુજરાતમાંથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરોનીની ઘટના સામે આવી છે, આ વખતે સુરતમાં બાંગ્લાદેશીઓ પકડાતા પોલીસ હરકતમાં આવી ગઇ છે. સુરતમાંથી એસઓજીની ટીમે કુલ 6 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. અત્યારે પોલીસ આ ઘૂસણખોરીની ઘટના અંગે તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી શહેર SOG પોલીસે જબરદસ્ત કાર્યવાહી કરતાં કુલ 6 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. SOGની ટીમે શહેરમાંથી અલગ અલગ જગ્યાએ કુલ 6 બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે. પોલીસે શહેરના ઉધનામાંથી 2, પુણા વિસ્તારમાંથી 2 અને સારોલી વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, શહેરમાંથી પકડાયેલા આ 6 બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય આધાર કાર્ડ પણ મળી આવ્યા છે, આ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે, એટલુ જ નહીં એક બાંગ્લાદેશી પાસેથી પોલીસે પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. હાલમાં આ કેસના તપાસ ચાલી રહી છે.
પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી
સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. પહેલા પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ચકચારી ઘટનાના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ડિંડોલી ખાતે આવેલા કૈલાશ નગરમાં રહેતા બે સંતાનના પિતા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતાં. બિમારીના કારણે ડિપ્રેશનમાં રહેતા રાજુભાઈને સંતાનમાં બે દીકરીઓ હતી. મૃતક પત્ની સાયલા બેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.
સુરતમાં 10 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા
સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.