OMG: સુરતની સરકારી પ્રાથમિક શાળામાં પીરસાયું નોનવેજ, ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંમેલનમાં માંસાહાર
Surat News: સુરતમાંથી એક ચોકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં પ્રાથમિક શાળાની સ્કૂલમાં બાળકો અને સ્ટાફને એક કાર્યક્રમ દરમિયાન નોનવેજ પિરસાયું હતું. શાળામાં માંસાહારની ઘટનાએ ચિંતા જગાડી છે

Surat News:સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોન વેજ પાર્ટીથી ચકચાર મચી ગઇ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરમાં વિદ્યાર્થીઓને ચીકન પિરસાયું હતું,. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. શિક્ષણના ધામને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરતમાં બન્યો છે. અહી સંસ્કારધામ કહેવાતા સરસ્વતીના મંદિરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં ચિકન પીરસાતા આ મુદ્દે વિરોધ અને વિવાદ જાગ્યો છે.
આ પહેલા અમદાવાદમાં સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ લંચબોકસમાં નોનવેજ લાવતા અને અન્ય વેજેટેરિયન વિદ્યાર્થી સાથે શેર કરતા હોવાની કહીકતો સામે આવી હતી. સ્કૂલમાં હત્યા,માંસાહારની ઘટનાઓ ખરેખર ચિંતાજનક છે.નોંધનિય છે કે, સુરતની ગોડાદરાની સ્કૂલ નંબર 342/351 સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર હતુ આ અવસરે અહીં ભોજનમાં ચિકન પિરસાયું હતું. સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓને નોનવેજ પીરસાતો વીડિયો પણ વાયરલ થયો છે. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઇ રહયું છે. ચેરમને આ મઆ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. સંસ્કારધામ માંસાહારની ઘટના ખરેખર ચિંતાનો વિષય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
શાળાના આચાર્ય સામે ફરિયાદ
તો બીજી તરફ વિસાવદરમાં વેકરિયા શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંઘાઇ છે. સેવાપોથીમાં ચેડા કરી લાખોની ઉચાપત કર્યાનો આરોપ છે. પત્ની ટ્રસ્ટીની પણ સંડોવણી અંગે તપાસ થઇ રહી છે. શિક્ષણ વિભાગે જ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં દસ લાખથી વધુની રકમનો ગેરવહીવટ નો આરોપ છે. નિવૃત્તિ બાદ પણ એક વર્ષ નોકરી ચાલુ હોવાના સહિતના આરોપો લાગ્યા છે. ફરિયાદ બાદ વિસાવદર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.





















