Hit And Run: સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  પાલિકાના કોન્ટ્રાકટ પર ચાલતી કચરા ગાડીએ એક વ્યક્તિને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.  પૂર ઝડપે દોડતી કચરા ગાડીએ રામચંદ્ર યાદવ નામના વ્યક્તિને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું. રામચંદ્ર યાદવને મોતને ઘાટ ઉતારી કચરા ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો.  GJ 5 GV 8745 નંબરની ગાડીના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


તો બીજી તરફ મૃતક રામચંદ્ર જ પરિવારનો આધાર હતો. રામચંદ્રને પરિવારમાં 3 બાળકો છે. પરિવારે ન્યાયની માંગ કરી છે અને આરોપી સામે કડકકાર્યવાહી થાય તેવી અપીલ કરી છે.  હાલમાં પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદના દિલ્લી દરવાજા પાસે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત


અમદાવાદના દિલ્લી દરવાજા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાચ ચાલકે રોડ ક્રોસ કરેલી રહેલી મહીલાને અડફેટે લીધી હતી. જે બાદ મહીલાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું. ટ્રાફિક એલ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યાાં લોકો એકઠા થઈ ગયા હતા.


રાજકોટની આ પ્રખ્યાત હોસ્પિટલમાં નોકરી કરતી નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો


રાજકોટ:  શહેરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સએ આપઘાત કરી લીધો છે. વોકહાર્ટ હોસ્પીટલની હોસ્ટેલમાં રહેતી શ્રીમાળી નામની નર્સએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે. યુવતી શ્રીમાળી માતા-પિતા વિહોણી હોવાનું સામે આવ્યું છે. શ્રીમાળી આગવ બાલાશ્રમમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. જો કે, યુવતીએ આપઘાત શા માટે કર્યો તેની માહિતી સામે આવી નથી. આ નર્સ કેટલા સમયથી હોસ્પિટલ નોકરી કરતી હતી અને તેના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે. ગાંધીગ્રામ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


ડ્રાઈવર નર્મદા કેનાલમાં ખાબક્યો


તાપી: સોનગઢ તાલુકાના ઘોડા ગામ નજીક ડમ્પરમાંથી ડ્રાઇવર કેનાલમાં ખાબક્યો હતો. ડમ્પરમાં તાડપત્રી બાંધી રહ્યો હતો એ દરમ્યાન અકસ્માતમાં કેનાલમાં પડી જતા મોત નીપજ્યું છે. ડ્રાઇવર વીરેન્દ્ર ગામીતનો મૃતદેહ સોનગઢ નજીક કેનાલમાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અચાનક યુવકના મોતથી પરિવારામાં શોકનો માહોલ છવાયો છે.


બાવળા-ધોળકા રોડ પર અજાણ્યા લોકોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ઉતાર્યો મોતને ઘાટ


બાવળા-ધોળકા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે.  આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, આ હત્યા કેમ કરવામાં તેની માહિતી સામે આવી નથી.