નવસારીઃ આજે ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અનિલભાઈને વડાપ્રધાને જન્મદિવસ દિવસની શુભેચ્છા આપી. આજે દક્ષિણ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે અનેક સુવિધાઓ મળશે. નિરાલીને આ હોસ્પિટલ એક શ્રદ્ધાંજલિ છે. અન્ય લોકોને આવા કોઈ દિવસ જોવા ન મળે. નવસારી અને આસપાસ ના લોકો માટે ફાયદાકારક થશે.
ગરીબની ચિંતા ઓછી કરવા અને બધા માટે ઉપલબ્ધ કરાવવી જરૂરિયાત છે. ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારી બની છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન આયોગ્ય સુવિધા સુધારવાની શરૂઆત કરી હતી. વિવિધ યોજનાઓ થકી 40 લાખ થી વધુ લોકો વિનામૂલ્યે સારવાર લઈ ચૂકયા છે. પાછા 20 વર્ષ માં ગુજરાતનું હેલ્થ ઇન્ફ્રાષ્ટ્રકચ સુધી ગયું છે. ગુજરાતમાં આજે સરકારી હોસ્પિટલોમાં કેન્સર જેવી બીમારી ના સારવારની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના હજી આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે એમાં બેડ સંખ્યામાં પણ વધારો થશે. ડાયાલિસિસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અભિયાન ખૂબ જોર માં ચાલી રહ્યું છે. ચિરંજીવી યોજના થકી ૧૪ લાખ મહિલાઓએ લાભ લીધો.જૂની 108 એમ્બ્યુલન્સને ખિલખિલાટ રથમાં ફેરવી કરવામાં આવી. રાજકોટમાં એમ્સ જેવી સંસ્થાન બની રહી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુજરાત ગૌરવ સંમેલનમાં સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, 5 લાખ લોકો આજે સભામાં હાજર છે. ઉનાઈ માતાને નમન કરી આપ સૌનો આભાર માનું છું. ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે. જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન આસાન બનાવવામાં આવશે. વીજળી પાણી સડક તમામ સુવિધા આપવામાં આવશે. આ બધી વિકાસ યોજનાને લઈ ગુજરાતના લોકોને અભિનંદન આપું છું. 8 વર્ષ પહેલા તમે લોકોએ ચૂંટી મને દિલ્લી મોકલ્યો હતો. આજે 8 વર્ષમાં સરકારે તમામ લોકો માટે કામ કર્યા છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, સૌથી વધુ સમય સરકાર ચલાવી તેઓએ વિકાસ કર્યો જ નથી. વિકાસના કામ માટે મહેનત કરવી પડે છે. 8 વર્ષમાં વીજળી, આવાસ, ગેસ સિલિન્ડર શુદ્ધ પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ટીકાકરણ કરવા માટે લોકોને દૂર સુધી જવું પડતું. સરકાર લોકો સુધી પહોંચી.સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાને રાખી ગરીબ કલ્યાણના કામો કર્યા છે. કોઈપણ ગરીબ કોઈ યોજનાના લાભ થી છૂટે નહીં તે ધ્યાન રાખવાની છે. આદિવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો.