સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે વિવાદને લઈ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કરફ્યૂ ભંગ કરવા બદલ પોલીસે પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કુમાર કાનાણીએ સુનિતા યાદવ સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, મારા પુત્રએ ગુનો કર્યો છે તો તમે મારા પુત્ર સહિત તેના મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો.
સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે વિવાદને લઈ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સહિત મિત્રો સામે આજે ગુનો નોંધવામાં આવ્યો છે. કરફ્યૂ ભંગ બદલ પોલીસે પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. 10 વાગ્યા બાદ કરફ્યૂ લાગૂ હોવા છતાં બહાર નિકળેલા પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સામે સુરત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવના વિવાદના વીડિયોમાં ખાખી અને ખાદીમો રૌફ જોવા મળ્યો હતો. કુમાર કાનાણીના પુત્ર કર્ફ્યુ તોડનાર મિત્રના બચાવમાં ઉતર્યાં હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.
પોલીસકર્મી સુનિતા યાદવ મંત્રી કુમાર કાનાણીને ફોન પર ખખડાવતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. MLAના બોર્ડ વાળીગાડી લઈને કાનાણીના પુત્ર પ્રકાશને કર્ફ્યુનો નિયમ સમજાવવાના નામે સુનિતાએ તતડાવ્યો.
કર્ફ્યુનો નિયમ તોડીને મિત્રને બચાવવા જનાર પ્રકાશ કાનાણીને મંત્રી કુમાર કાનાણીએ ટેલિફોન પર બચાવ કર્યો હોય તેવા ટેલિફોનિક વાતચીતમાં જોવા મળી રહ્યું છે. જેને લઈ નેતાજીના પ્રયાસની પણ ચારેકોર ટીકા થઈ રહી છે તો વર્દીનો રૌફ જમાવવાને લઈ સુનિતા યાદવની ટીકા થઈ રહી છે.
દીકરો કર્ફ્યુ તોડનારના બચાવમાં ઉતર્યો હોવા છતાં કુમાર કાનાણીએ મીડિયા સામે અન્ય કારણ બતાવ્યું. દીકરાની સાસરીમાં કોરોનાનું સંક્રમણ હોવાની વાત કરી પરંતું તેમનો પુત્ર ગાડી લઈને મિત્રને બચાવવા ગયો હોવાનો વીડિયોમાં કેદ થયો છે.
ગુજરાત સરકારના ક્યા મંત્રીના પુત્રની નાઈટ કરફ્યુનો ભંગ કરવા બદલ કરાઈ અટકાયત? જાણો શું હતો કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2020 01:17 PM (IST)
સુરતમાં મહિલા પોલીસકર્મી સાથે વિવાદને લઈ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કરફ્યૂ ભંગ કરવા બદલ પોલીસે પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -