Surat News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે રાત્રે આઠ વાગ્યે  સભા યોજનાર છે. જો કે સભા પહેલા જ આયોજન પર વિરોધ અને વિવાદના વાદળો ઘેરાયા છે. વિવાદ અને વિરોધનું કારણ આમ આદમી પાર્ટીના આયોજનના પોસ્ટરમાં AAPના નેતાઓએ પહેલી ટોપી છે. આ ટોપી મુસ્લિમ ટોપી હોવાનું કહીને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો છે. વિહીપના કાર્યકરોએ ઈટાલિયાના અને ઇસુદાનના  પોસ્ટર પર સ્યાહી ફેંકી  વિરોધ નોંધાવ્યો છે. હિંદુ વિરોધી નેતાને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ તેવા લગાવ્યા નારા પણ લાગ્યા હતા. આટલુ જ નહિ આ પોસ્ટરમાં ર નિમંત્રક તરીકે "મુસ્લિમ સમાજ-મીઠી ખાડી" એવું લખાણ લખવામાં આવ્યું હતું.  જેના કારણે વિરોધ વકર્યો છે. 

Continues below advertisement

VHPના કાર્યકર્તાઓએ શું આરોપ લગાવ્યાં?

વિશ્વ હિન્દુ પરિષદેના કાર્યકર્તાએ  કહ્યું કે, સાંજે 8 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં 'મુઘલો'ની એક આમસભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાના પગ પેસારો કરતા હતા, એવી જ રીતે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહયાં છે. આના પગ પેસારા કારણે આ વિસ્તારમાં પછી વિધર્મીઓ આવશે, પછી અહીં લવ-જેહાદની ઘટનાઓ  ઘટવા લાગશે.                                                                                  

Continues below advertisement

આ સમગ્ર મામલે આમ આદમીના શહેર પ્રમુખે  ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીના સમર્થકોએ સભાના આયોજન  પૂર્વે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે  ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.