અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘નિસર્ગ’ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાછે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે. દમણ- મહારાષ્ટ્રની વચ્ચે વાવાઝોડું ત્રાટકશે. આ સમયે 100થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારે ડાં જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


વરસાદની આગાહીના પગલે ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. સાપુતારામાં આજે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


વલસાડમાં વરસાદનું કહી શકાય કે, ઓફિશિયલ આગમન થઈ ચૂક્યું છે. વરસાદને કારણે લોકો રેનકોટ અને છત્રીમાં જોવા મળી રહ્યાં છે. સંભવિત વાવાઝોડાની અસરને લઈને ડિપ્રેશનની અસર દેખાઈ રહી છે.

વરસાદ શરૂ થતાં સવારથી જ લોકોને અવર-જવર પર અસર જોવા મળી રહી છે તો બીજી બાજુ તિથલ દરિયા કિનારે પવનની તીવ્રતા થોડી ઓછી છે પણ ભરતીને લઈને ધીરે ધીરે દરીયો તટ તરફ આવી રહ્યો છે. વરસાદના આગમનને લઈને કેરીના પાકને નુકસાન થયુ છે. વહેલો વરસાદ પડવાથી ડાંગરને પણ નુકશાન થઈ શકો છે.