Rainfall: ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી પાટણ અને બનાસકાંઠામા ભારે તબાહી સર્જાઇ છે. બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે. અહીં ધાનેરા તાલુકામાં એક ગામમાં પાણીની સ્તર સતત વધતાં ઘરોમાં પાણી ઘૂસી ગયુ છે અને પશુઓના પણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
બનાસકાંઠામાં વરસાદે તારાજી નોંતરી છે, અહીં ધાનેરાના જડિયા ગામના હાલ વરસાદથી બેહાલ થયા છે. બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડ્યો છે, અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનું વહેણ સીધુ બનાસકાંઠાના ગામડામાં ઘૂસી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં તેના વહેણના પાણી જડિયા ગામમાં ઘૂસ્યા છે, આ કારણે જડિયા ગામમાં અનેક ઘરો, તબેલા, સ્કૂલો અને હૉસ્પીટલોમાં પાણી ઘૂસ્યા છે અને મોટુ નુકસાન પહોંચ્યુ છે. એટલુ જ નહીં પાણીના કારણે ગામના 15થી વધુ પશુઓના મોત પણ થયા છે. હાલમાં અહીં ગૌશાળાની તમામ દિવલો તુટી ગઇ છે અને ગૌશાળમાં પણી ઘૂસી ગયુ છે.
શનિવારે બનાસકાંઠાના આ 14 ગામો બન્યા પાણી-પાણી
વાવાઝોડા બાદ વરસાદી સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસ કાળ સમાન રહ્યાં છે, જેમાં બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઠેક ઠેકાંણે માલહાનિના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, શનિવારનો દિવસે બનાસકાંઠા માટે કાળ સમાન રહ્યો છે, ગઇકાલે વરસેલા વરસાદે બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે અને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે, જાણો અહીં કયા કયા ગામોમાં સૌથી વધુ વરસાદ પડ્યો.....બિપરજૉય બાદ આવેલી વરસાદી આફતે બનાસકાંઠાના મોટાભાગના ગામોને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. અત્યારે સામે આવેલા આંકડા અનુસાર, જિલ્લમાં 14 ગામોમાં વધુ વરસાદ ખાબક્યો છે અને નુકસાન પણ પહોંચ્યુ છે. જુઓ......
છેલ્લા 24 કલાકના બનાસકાંઠામાં વરસાદના આંકડા -
વાવ 123 મીમી વરસાદ
થરાદ 125 મીમી વરસાદ
ધાનેરા 151 મીમી વરસાદ
દાંતીવાડા 39 મીમી વરસાદ
અમીરગઢ 67 મીમી વરસાદ
દાંતા 94 મીમી વરસાદ
વડગામ 151 મીમી વરસાદ
પાલનપુર 117 મીમી વરસાદ
ડીસા 88 મીમી વરસાદ
દિયોદર 151 મીમી વરસાદ
ભાભર 112 મીમી વરસાદ
કાંકરેજ 57 મીમી વરસાદ
લાખણી 119 મીમી વરસાદ
સુઇગામ 112 મીમી વરસાદ
આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ ?
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આવતીકાલે પણ વરસાદ મચાવશે કેર
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે, આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. આમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.