સુરતમાં ત્રિપલ મર્ડર કેસમાં ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂકતાં એમ્બ્રોઈડરી કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. ઘટના બાદ કારખાના માલિકના પરિવારજનોએ આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરી છે. હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. હાલ તો SITની રચના કરાઈ છે. જેમાં 2 ડીસીપી અને ત્રણ PI છે. DCP હર્ષદ મેહતાની દેખરેખમાં તપાસ થશે. SIT ની ટિમ તપાસ કરી ચાર્જશીટ કરશે. સાત દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. 


સમગ્ર ઘટના શું છે જાણીએ


સુરતમાં કારખાના માલિક સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો  નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા.  શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી.   હત્યા બાદ હુમલો કરનાર  કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.  ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે.  હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.


સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું છે. જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી. કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાનાં મોત થયાં હતાં. ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જેમાંથી એક સગીર વયનો છે અને એક પુખ્ત વયનો છે.