સુરત: ડોક્ટરોને ભગવાનનું બીજી સ્વરૂપ કેમ કહેવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતના ડોક્ટરોએ આપ્યું છે. સુરતના ડોક્ટરોએ બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી મોતિયાની સર્જરી કરી બાળકને નવું જીવન આપ્યું છે. સુરતની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રીમાં આ સર્જરી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા થાય છે. જે બાળકની આંખની આ સર્જરી કરવામાં આવી તેની ઉંમર માત્ર અઢી વર્ષની છે. નોંધનિય છે કે, એક લાખ બાળકે એક બાળકમાં મોતિયો જોવા મળે છે. સુરતના આ બાળકને બંને આંખે મોતિયો છે. આજે એક આંખની જટિલ સર્જરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ મોતિયાને ડેવલપમેન્ટલ કૅથરેક કહેવામાં આવે છે.
NEET-PG પરીક્ષા મોકૂફ નહીં રખાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, કહ્યું- આવું કરવું વિદ્યાર્થીઓના હિતમાં નથી
NEET PG Exam: સુપ્રીમ કોર્ટે 21 મેના રોજ યોજાનારી આ વર્ષની NEET PG પરીક્ષાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આમ કરવું પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો ડોકટરોના હિતની વિરુદ્ધ હશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 2021ની મેડિકલ પીજી એડમિશન પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તેથી, 2022ની પરીક્ષા થોડા સમય માટે સ્થગિત કરવી જોઈએ.
કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે, એડમીશનમાં કરવામાં આવેલ કોઈપણ વિલંબ દર્દીઓની સંભાળ અને હોસ્પિટલોમાં કામ પર અસર કરે છે. પરીક્ષા મોકૂફ રાખવાની વિનંતી પર વિચાર કરવામાં આવ્યો છે. વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે આ સમયે પરીક્ષા મુલતવી રાખવાથી દર્દીની સંભાળને અસર થવા દઈ શકીએ નહીં.
કોર્ટે વધુમાં કહ્યું કે, "રાજ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2022ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ડોકટરો છે. 2 લાખ 6 હજારથી વધુ ડોકટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેઓ છેલ્લા બે વર્ષમાં રીક્ષામાં હાજરડોક્ટરની સંખ્યા કરતાં ઘણી વધારે છે. પરીક્ષામાં વિલંબથી સુપર સ્પેશિયાલિટી પ્રવેશ જેવા અન્ય ક્ષેત્રોને પણ અસર થશે."
કોર્ટે એમ પણ કહ્યું કે આ વર્ષે અમારી પાસે છેલ્લા બે વર્ષમાં પરીક્ષામાં વિલંબનું કારણ વાયરસની ચિંતા નથી. હવે પરીક્ષામાં વિલંબની ભારે અસર પડશે. આ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા વગેરે માટેની ઇન્ટર્નશિપની છેલ્લી તારીખને પણ અસર કરશે.