Surat: સુરતના પાંડેસરામાંથી એક કિશોરીએ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. અહીં 15 વર્ષીય કિશોરીએ માતા પિતા નોકરી ગયા હતા આ દરમિયાન તેને ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગાળાફાંસો ખાઇ લીધો હતો.  


સુરતના પાંડેસરા 15 વર્ષીય કિશોરી આપઘાત કરી લીધો છે, સીતાનગરમાં રહેતી પૂજા ગૌન્ડ નામની કિશોરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કિશોરીના માતા-પિતા નોકરી ગયા હતા, તે દરમિયાન તેને ઘરમાં પંખા વડે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. કિશોરીએ આમ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી કરીને કિશોરીના મૂર્તદેહને પીએમ અર્થ મોકલવામાં આવ્યો હતો. કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


 


Surat: કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરતાં શખ્સ સામે ગુનો દાખલ, કરતો હતો બિભત્સ માંગણીઓ


Surat: સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


માહિતી પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા પ્રિયા હૉસ્પીટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. ગઇ ફેબ્રુઆરી માસમાં તેના લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૮માં તે ભટાર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, ત્યારે સરકારી NIRR પ્રૉજેક્ટના લીડર હિરેન મહેતા સાથે પરિચય થયો હતો. મોબાઇલ પર તેઓ નિયમિત વાતચીત કરતા હતા. હિરેને વૉટ્સએપ પર મેસેજ કરી પ્રેમનો પ્રસ્તાવ પ્રિયા સમક્ષ મૂક્યો હતો. જે-તે સમયે હિરેને પ્રિયાનો કપડાં બદલતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે વીડિયો થકી તે વારંવાર પરિણીતા પ્રિયાને બ્લેકમેઇલ કરતો હતો, અને વધુ અશ્લીલ ફોટા-વીડિયો મોકલવા માંગણી કરતો હતો. પરિણીતાએ હિરેન સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. લગ્ન થઇ ગયા બાદ પણ હિરેને પરિણીતાને જૂનો બિભત્સ વીડિયો મોકલી બીજા વીડિયો મોકલવા માંગણી કરતો હતો, એટલુ જ નહીં વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવા સાથે અભદ્ર માગંણી કરતો હતો. આખરે પરિણીતાએ પતિને વાત કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કતારગામ પોલીસે હિરેન દેવેન્દ્ર મહેતા સામે આ મામલે છેડતીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.