સુરતઃ બારડોલી તાલુકાના એક ગામમાં સગીરા પર તેના પરિણીત પ્રેમીએ બળાત્કાર ગુજારીને પછી સગીરાને તેના ચાર મિત્રોને સોંપી દીધી હતી. આ પાંચ હવસખોરોએ કરેલા ગેંગ રેપના કેસમાં 2 આરોપી ઝડપાયા છે. આ બે સહિત કુલ પાંચ હવસખોરોએ 23 જુલાઈએ યુવતીના સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગે નોંધાયેલી ફરિયાદના કેસમાં સુરત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી એ સંયુક્ત કામગીરી કરી 2 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે નવસારીના પારડી ગામના અમિત સંજય હળપતિ અને હિતેશ શંકર હળપતિની ધરપકડ કરી છે.
બારડોલી તાલુકાના એક ગામની યુવતી સાથે બનેલી ગેંગરેપ ની ઘટનામાં પરિણીત પ્રેમી અને તેના ચાર મિત્રોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગુરુવારે રાત્રે મહુવાના મહુડી ગામે આ ઘટના બની હતી. પરિણીત પ્રેમી સાથે બાઈક પર બેસીને સગીરા ફરવા ગઈ હતી. પ્રેમી તેને એક બંગલીમાં લઈ ગયો હતો અને તેની સાથે શારિરિક સંબંધો બાંધ્યા પછી સગીરાને મધ્ય રાત્રીએ પરિણીત પ્રેમીએ અન્ય 4 મિત્રો ના હવાલે કરી હતી. આ ચારેયે યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી પરિણીત પ્રેમી સહિત ચારેય મિત્રો ફરાર થઈ ગયા હતા. આ કેસમાં યુવતીએ મોડી રાત્રે બારડોલી પોલીસ મથકે ફરિયાદ પછી પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.
સુરત ગેંગ રેપઃ પરિણીત પ્રેમીએ સગીરા સાથે શારિરિક સંબંધો બાંધીને મધરાતે ચાર મિત્રોને હવાલે કરી દીધી અને .....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 10:15 AM (IST)
બારડોલી તાલુકાના એક ગામમાં સગીરા પર પાંચ હવસખોરોએ કરેલા ગેંગ રેપના કેસમાં 2 આરોપી ઝડપાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -