સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પહેલા આપના 4 કોર્પોરેટરો સહિત પાંચ નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. AAP સુરત શહેર પ્રમુખ મહેંદ્ર નવાડીયાએ કુંદન કોઠિયાને પાર્ટીમાંથી સસ્પેંડ કર્યા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરવા ટેવાયેલા હોવાની ચર્ચા. ઘણા સમયથી સાથી કોર્પોરેટરો, કાર્યકરો અને મતદારો સાથે મનસ્વી વર્તન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે.
સુરતના વોર્ડ નંબર-4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાએ પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ધારણ કર્યો કેસરિયો. નવી દિશા તરફ જવા માટે ભાજપમાં જોડાઈ હોવાની કુંદન કોઠીયાએ વાત કરી હતી.
AAP માંથી રાજીનામું આપવાની ચર્ચાને કોર્પોરેટર સેજલ માલવીયાએ રદિયો આપ્યો છે. પોતે ક્યારેય ભાજપમાં જવાના નથી તેવો દાવો કર્યો છે. AAPના કોઈપણ કોર્પોરેટરે ભાજપની લાલચમાં ન આવવું તેવી સલાહ આપી હતી.
તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો
રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. 21 તારીખ સુધી ફી ભરવાામાં આવશે.
રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકારે ફોર્મ ભરવાના સમયમાં બે દિવસનો વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.