Surat: સુરતમાં ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકરે આત્મહત્યા કરી છે. શૈલેષ ઝાલાવડીયાએ મોડી રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ અકબંધ છે. આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ભાજપના યુવા કાર્યકરે અચાનક આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મૃતકના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે, સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.


હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહીંવક છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ, સુરેન્દ્ર નગર, મોરબીમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થવાની પણ શક્યતા છે. એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ રહી શકે છે, આવતીકાલથી વરસાદની શક્યતા નહીંવત છે.




બનાસકાંઠાના સરહદીય વાવ,થરાદ અને સુઇગામ વિસ્તારોમાં કમોમસી વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થયા છે. કમોસમી વરસાદમાં જ જાહેર માર્ગો પાણી પાણી થતા પાલિકાની ઘોર બેદરકારી  સામે આવી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મેઘરજ પંથકમાં છુટા છવાયા છાંટા પડ્યા છે. ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા ખેડૂતોનો હજુ ઘઉંનો પાક ખેતરમાં ઉભો છે.


દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (30 માર્ચ) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.


ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે બપોર અથવા સાંજથી ભારે પવન ફૂંકાશે. શુક્રવારે (31 માર્ચ)ના રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે. લખનૌમાં 31 માર્ચ અને 1 એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી પહેલા રાજસ્થાનને અસર કરશે. હવામાન વિભાગે ગુરુવારે રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાએ વીજળી અને કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં 31 માર્ચ અને 1 એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.