પીપલોદ તિરુપતીનગરમાં રહેતા રાજીવ રજનીકાંત પાજીયાવાલા( 52 વર્ષ)ની દીકરી નીધી કેનેડા અભ્યાસ કરી હતી. તેને લેવા માટે રાજીવ પાજીયાવાલ દીકરા હર્ષલ (20 વર્ષ) સાથે રવિવારે રાત્રે નીકળ્યા હતા.
રસ્તામાં તેઓ તેમની બેહનના ઘરે ગયા હતા અને ત્યાંથી કેબ લઈને મુંબઈ એરપોર્ટ ગયા હતા. રાત્રે અઢી કલાકે રાજીવભાઈ દીકરીને લઈને સુરત આવી રહ્યા હતા. ત્યારે જ ચારોટી પાસે સવારે પાંચેક કલાકે કેબના ડ્રાયવરે આગળ ચાલી રહેલ ટેન્કર સાથે કાર ઠોકી દીધી હીત. આ અકસ્મતમાં રાજીવ પાજીયાવાલા અને તેના દીકારનું મોત થયું હતું.
આ અકસ્માતમાં નિધી અને ડ્રાયવરને સામાન્ય ઇજા થઈ હતી. ઘટના સમયે નિધી, હર્ષલ અને રાજીવ પાજીયાવાલ સુતેલા હતા. આ બનાવ અંગે ડ્રાયવરે સ્થાનિક પોલીસને કહ્યું કે, આગળ ચીલી રહેલ ટેન્કરનું ટાયર ફાટતા તે અચાનક થોભી ગયું અને તેના કારણે કાર કન્ટ્રોલમાં ન રહી અને અકસ્મા થયો હતો.
નિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં સ્થાયી થઈ હતી અને તેની પીઆરની ફાઈલ ચાલી રહી હતી. લોકડાઉનને કારણે તે વર્કફ્રોમ હોમ કા કરી રહી હતી અને શિયાળો શરૂ થવાનો હોય કંપનીએ તેને ત્રણ મહિના માટે ભારત જવાની છૂટ આપી હતી. જોકે ભારત આવતા જ તે ગણતરીના કલાકો જ પિતા અને ભાઈ સાથે રહી શકી.
Coronavirus: સુરતમાં ફરી કોરોનાનો હાહાકાર, રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં નોંધાયા
ગુજરાત પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યા ટ્વિટ ? જાણો વિગતે