શોધખોળ કરો

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

માતા-પિતાએ મોબાઈલ મૂકીને હોમવર્ક કરવાનું કહેતા ધોરણ 7 ના વિદ્યાર્થીને માઠું લાગ્યું; એકના એક દીકરાના મોતથી મૂળ ઓડિશાનો પરિવાર શોકમાં ગરકાવ, ચોક બજાર પોલીસ દ્વારા તપાસ શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં મોબાઈલ લતથી 13 વર્ષીય બાળકે આત્મહત્યા કરી.
  • માતા-પિતાએ અભ્યાસ કહેતા બાળકે ગળેફાંસો ખાઈ લીધો.
  • શોકગ્રસ્ત પરિવારે બાળકોને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી.
  • ચોક બજાર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.

Surat mobile addiction tragedy: આજકાલ બાળકોમાં મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સનું વળગણ એટલી હદે વધી ગયું છે કે હવે તે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરમાંથી તમામ વાલીઓ માટે એક લાલબત્તી સમાન અને હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં મોબાઈલ ગેમની લતને કારણે માત્ર 13 વર્ષના એક બાળકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. માતા-પિતાએ માત્ર તેને મોબાઈલ બાજુ પર મૂકીને અભ્યાસ કરવાનું કહ્યું હતું. આટલી નાની બાબતથી નારાજ થઈને આ નિર્દોષ બાળકે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પરિવારના એકના એક ચિરાગે દુનિયા છોડી

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો અને મૂળ ઓડિશાનો પરિવાર આ આઘાતજનક ઘટનાનો ભોગ બન્યો છે. આ પરિવારનો 13 વર્ષીય દીકરો ધોરણ-7 માં અભ્યાસ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકને છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ગેમિંગની ભારે લત લાગી ગઈ હતી. સતત ડિજિટલ સ્ક્રીન પર રહેવાને કારણે બાળક સ્વભાવે ખૂબ જ જિદ્દી પણ બની ગયો હતો. ઘટનાના દિવસે બાળક મોબાઈલમાં વ્યસ્ત હતો, ત્યારે માતા-પિતાએ તેને માત્ર એટલું જ કહ્યું હતું કે હવે મોબાઈલ મૂકી દે અને તારું સ્કૂલનું હોમવર્ક પૂરું કર.

માતા-પિતાએ માત્ર ઠપકો આપ્યો અને બાળકે પંખે લટકી ફાંસો ખાધો

વાલીઓએ બાળકને કોઈ મોટો ઠપકો આપ્યો ન હતો કે માર માર્યો ન હતો, છતાં બાળકને આ સામાન્ય વાત એટલી બધી માઠી લાગી ગઈ કે તેણે રૂમમાં જઈને સિલિંગ ફેન (પંખા) સાથે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. ઘરમાં એકના એક દીકરાએ આ રીતે પોતાનો જીવ આપી દેતા પરિવારના સભ્યો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. દીકરાના મોતના સમાચારથી સમગ્ર લક્ષ્મીનગર સોસાયટીમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

પરિવારની અન્ય વાલીઓને અપીલ

આ હૃદયદ્રાવક ઘટના બાદ શોકમગ્ન પરિવારે અન્ય તમામ વાલીઓને ભારે હૈયે અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલની લતથી દૂર રાખે, જેથી જેવો દિવસ તેમણે જોયો છે તેવો દિવસ અન્ય કોઈ માતા-પિતાને જોવાનો વારો ન આવે. હાલમાં આ ઘટનાને પગલે ચોક બજાર પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Frequently Asked Questions

સુરતમાં કઈ દુ:ખદ ઘટના બની છે?

સુરતમાં મોબાઈલ ગેમની લતને કારણે એક 13 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. માતા-પિતાએ મોબાઈલ મૂકી અભ્યાસ કરવાનું કહેતા તેણે આ પગલું ભર્યું.

આ ઘટનામાં મૃત્યુ પામેલ બાળક કેટલા વર્ષનો હતો અને કયા ધોરણમાં અભ્યાસ કરતો હતો?

મૃત્યુ પામેલ બાળક 13 વર્ષનો હતો અને ધોરણ-7 માં અભ્યાસ કરતો હતો. તેને મોબાઈલ ગેમિંગની ભારે લત લાગી ગઈ હતી.

બાળકે કયા કારણોસર આત્યંતિક પગલું ભર્યું?

માતા-પિતાએ તેને મોબાઈલ મૂકીને હોમવર્ક પૂરું કરવાનું કહેતા, બાળકને આ વાત માઠી લાગી હતી. મોબાઈલ ગેમની લતને કારણે તે ખૂબ જ જિદ્દી બની ગયો હતો.

શોકમગ્ન પરિવારે અન્ય વાલીઓને શું અપીલ કરી છે?

પરિવારે અન્ય વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલની લતથી દૂર રાખે, જેથી આવી દુર્ઘટના ફરી કોઈ માતા-પિતાને જોવી ન પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget