શોધખોળ કરો

સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'

કોલસાના ભાવમાં સીધો રૂ. 3500નો વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગની દિવાળી બગડી, કાપડ મીટર દીઠ રૂ. 2 થી 5 મોંઘું થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં કોલસાનો ભાવ રૂ. 3500 વધ્યો, કાપડ ઉદ્યોગને ફટકો.
  • કોલસો મોંઘો થતાં કાપડ રૂ. 2-5/મીટર મોંઘું થશે.
  • તહેવારોમાં ખાંડનો છૂટક ભાવ રૂ. 64/કિલો પહોંચ્યો, બોજ વધ્યો.
  • સરકારે ખાંડની આયાત વધારી, ડીલરો માટે સ્ટોક લિમિટ નિર્ધારિત કરી.

Surat Coal Price Hike: મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો અને વેપારીઓ માટે વધુ એક માઠા સમાચાર છે. ખાંડ અને ડુંગળીના ભાવ તો આસમાને પહોંચ્યા જ છે, પણ હવે સુરતના કાપડ ઉદ્યોગ માટે જાણે 'પડતા પર પાટુ' વાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાંડ અને ડુંગળી બાદ હવે કોલસાના ભાવમાં પણ ધરખમ વધારો ઝીંકાયો છે. સુરતમાં કોલસાના ભાવમાં કમરતોડ રૂ. 3500 નો સીધો ઉછાળો આવ્યો છે. અગાઉ જે કોલસો રૂ. 6000 માં મળતો હતો, તેનો ભાવ હવે એકાએક વધીને સીધો રૂ. 9500 સુધી પહોંચી ગયો છે. આટલા મોટા ભાવવધારાને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે.

એવું ચોક્કસ કહી શકાય કે કોલસાના આ ભાવવધારાએ કાપડ ઉદ્યોગની દિવાળી બગાડી નાખી છે. ખાસ કરીને દિવાળીના તહેવારો ટાણે જ કોલસો મોંઘો થતાં મિલોમાં કાપડના ઉત્પાદન ખર્ચમાં સીધો વધારો જોવા મળશે.

વેપારીઓના મતે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલસાના ભાવ વધવાને કારણે કપડું મોંઘુ થશે. ઉત્પાદન ખર્ચ વધવાથી આગામી દિવસોમાં કાપડના ભાવમાં પ્રતિ મીટર રૂ. 2 થી રૂ. 5 નો વધારો થશે. કોલસાના ભાવવધારાથી કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે અને હવે કાપડ મોંઘુ થતાં તેની સીધી અસર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો પર પણ પડશે.

ખાંડના ભાવમાં ભડકો

રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો ટાણે જ ખાંડના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતાની ચિંતા વધી છે. મંગળવારે છૂટક બજારમાં ખાંડનો ભાવ રૂ. 1 વધીને આશરે રૂ. 64 પ્રતિ કિલો પહોંચ્યો હતો, જે સોમવારે રૂ. 63.05 હતો.

ગ્રાહક બાબતોના વિભાગના ડેટા અનુસાર:

ઓગસ્ટ 25નો સરેરાશ ભાવ: રૂ. 63.97 પ્રતિ કિલો

માસિક વધારો: એક મહિના પહેલાંના રૂ. 48.81 ની સરખામણીએ 31% નો વધારો

વાર્ષિક વધારો: ગયા વર્ષના રૂ. 46.31 ની સરખામણીએ 38% નો વધારો

મહત્તમ છૂટક ભાવ: પીટીઆઈના અહેવાલ મુજબ મહત્તમ ભાવ રૂ. 76 સુધી પહોંચ્યો હતો.

જથ્થાબંધ બજારમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 59.23 નોંધાયો છે. જોકે, સરકારે સંગ્રહખોરી અને સટ્ટાબાજી રોકવા માટે લીધેલા આકરા પગલાં બાદ મિલના ભાવ રૂ. 67 ના રેકોર્ડ સ્તરથી 18% ઘટીને રૂ. 55 પ્રતિ કિલો થયા છે, પરંતુ આ રાહતની અસર હજુ છૂટક બજારમાં દેખાઈ નથી.

સરકાર દ્વારા લેવાયેલાં મુખ્ય પગલાં:

પુરવઠો વધારવા માટે 10 લાખ મેટ્રિક ટન (10 LMT) કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી.

ખાંડના ડીલરો માટે 400 ટનની સ્ટોક લિમિટ નક્કી કરાઈ.

1 સપ્ટેમ્બરથી બેકરી અને કન્ફેક્શનર્સ જેવા ઔદ્યોગિક વપરાશકારો માટે 15 દિવસથી વધુ સ્ટોક રાખવા પર પ્રતિબંધ.

તહેવારોના સમયમાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકારના આ પ્રયાસો કેટલા અસરકારક નીવડે છે તેના પર સૌની નજર છે.

Frequently Asked Questions

સુરતમાં કોલસાના ભાવમાં કેટલો વધારો થયો છે?

સુરતમાં કોલસાના ભાવમાં સીધો રૂ. 3500 નો ઉછાળો આવ્યો છે. અગાઉ રૂ. 6000 માં મળતો કોલસો હવે રૂ. 9500 સુધી પહોંચી ગયો છે.

કોલસાના ભાવ વધારાથી કાપડ ઉદ્યોગ પર શું અસર થશે?

કોલસા મોંઘા થવાથી કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. આગામી દિવસોમાં કાપડના ભાવમાં પ્રતિ મીટર રૂ. 2 થી રૂ. 5 નો વધારો થશે, જે ગ્રાહકોને પણ અસર કરશે.

છૂટક બજારમાં ખાંડનો વર્તમાન ભાવ કેટલો છે?

મંગળવારે છૂટક બજારમાં ખાંડનો ભાવ રૂ. 64 પ્રતિ કિલો પહોંચ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ ભાવમાં 38% નો વધારો જોવા મળ્યો છે.

ખાંડના ભાવ નિયંત્રિત કરવા સરકારે કયા પગલાં લીધા છે?

સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. ડીલરો માટે 400 ટનની સ્ટોક લિમિટ અને ઔદ્યોગિક વપરાશકારોના સ્ટોક પર પ્રતિબંધ મૂક્યો છે.

Advertisement

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Embed widget