Surat Corona Cases: રાજ્યમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે, એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ઘોડદોડ રોડની તથા પાલની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચાલુ મહિને કોરોના નવા 5 કેસ નોંધાયા છે. કાપોદ્રાની વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃત્યુ પામનાર મહિલા પ્રેશર, ડાયાબિટીસ અને કિડનીની બીમારીથી પણ પીડાતા હતા. કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતક વૃદ્ધ મહિલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી.


કોરોનામાં જેનું મોત થયું તે મનપાના વરાછા ઝોન-એમાં કાપોદ્રા ખાતે રહેતી 60 વર્ષની સ્ત્રીને છેલ્લા 12 દિવસથી શ્વાસ લેવામાં તક્લીફ અને પગમાં સોજાની તકલીફ હતી. આથી સારવાર માટે હોસ્પિટલ ગયા હતા જ્યાં ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યા હતા. દર્દીને ડાયાબીટીસ, પ્રેસર અને કીડનીની જૂની ગંભીર બિમારી હતી. તેઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમના સંપર્કમાં આવેલા ઘરના 7 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જે નેગેટીવ આવ્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 15 વ્યક્તિઓના પણ ટેસ્ટ કરાયા હતા જે નેગેટિવ આવ્યા છે.સુરત ના ઘોડદોડ રોડમાં 86 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.આથી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. દર્દીને ડાયાબીટીસ,બ્લડ પ્રેસર અને પાર્કિસોનીઝમની બીમારી છે. દર્દીની તબિયત હાલમાં સ્થિર છે. તેમજ પ્રાઈવેટ હોસ્પીટલમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. દર્દીના સંપર્કમાં આવેલા 8 સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેના રિપોર્ટ પેન્ડિંગ છે. દર્દીને ટ્રાવેલિંગ તથા ગેધરિંગની હિસ્ટ્રી નથી. દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી દેવાયા છે. દર્દીએ કોવિડ રસીના ડોઝ લીધા ન હોવાનું જાણવામાં આવ્યું. છે. તેઓના સેમ્પલ પણ જિનોમ સીકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. તેમજ પાલમાં 52 વર્ષીય સ્ત્રીને છેલ્લા ૩ દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી. આથી સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા જ્યા ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેઓની તબિયત હાલમાં સ્થિર છે, હાલમાં ઘરે અઈસોલેસન હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 15 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી રાજસ્થાનની હતી.


છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે.H3N2 નો રાજ્યમાં કહેર. વધી રહ્યો છે. રાજ્યમાં દવાઓની એકાએક માંગ વધી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી લોકોને શરદી, ખાંસી, ગળામાં બળતરા અને માથાના દુખાવા જેવા લક્ષણો સામે આવ્યા છે. જોકે ડોક્ટરોનું માનવું છે કે કોરોના જેવો જ વાયરસ અત્યારે ચાલી રહ્યો છે પરંતુ બે વેકસીન ડોઝ લીધા હોવાના કારણે તેની અસર ભયંકર નથી પરંતુ હાલ આ વાયરસથી બચવા માટે દવાની માંગમાં 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. એન્ટિબાયોટિક અને એન્ટી ઓલરેજિક દવાઓની માંગ વધી છે. કફ સીરપની માંગમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. જોકે આ વખતે તો અનેક દર્દીઓ એવા છે કે જેમને એક મહિનાથી ખાંસી મટી નથી અને એટલા જ માટે કફ સીરપની પણ ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે.


સુરતમાં વોચમેન બન્યો હનીટ્રેપનો શિકાર


સુરત શહેરના મહિધરપુરા ખાતે રહેતા અને વોચમેનની નોકરી કરતાં યુવક સાથે 6 મહિના પહેલા યુવકે મિત્રતા કેળવી હતી. બાદમાં મળવા બોલાવી પોલીસની ઓળખ આપી 50 હજાર લૂંટી લીધા હતા. હનીટ્રેપમાં ફસાયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


શું છે મામલો


મહિધરપુરા તે સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાસીનાથ ભીમનન્ન મડગુ વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ તેલંગાણાના વત્ની કાશીનાથ 6 મહિના પહેલા સવારે પત્ની સાથે પલસાણા ખાતે શેઠના ફાર્મ હાઉસમાં સફાઇ કરવા ગયા હતા. બપોરે ત્યાંથી આવતી વખતે ઉધના મેઇન રોડ પાસે મોપેડનું પેટ્રોલ પૂરું થઈ જતાં ધક્કો મારીને આવતા હતા ત્યારે બાઇક પપરથી પસાર થતાં અજાણ્યાએ પેટ્રોલ કાઢી આપીને મદદ કરી હતી. તેણે પોતાનું નામ જીતુ હોવાનું કહીને કાશીનાથનું નામ, સરનામું અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તે અવારનાર તેમને ફોન કરીને મળવા બોલાવતો હતો પરંતુ ના પાડતા હતા.


ચાર દિવસ પહેલા જીતુએ મળવા બોલાવતાં તેણે આપેલા એડ્રેસ પર તેઓ ગયા હતા. તે આગ્રહ કરીને ઘરમાં લઈ ગયો હતો અને કાશીનાથને અંદરના રૂમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અંદર એક છોકરી આવતાં કાશીનાથે તેનો મિત્ર જીતુ હારથી બંધ કરીને ગયો હોવાનું કહ્યું હતું. થોડીવારમાં ચાર જણા આવ્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી.


જેમાંથી બે જણાએ કમરના ભાગે હાથકડી લટકાવી હતી. પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેમણે કાશીનાથને બળજબરીથી કપડા કઢાવી માર મારી બેડ પર સુવડાવી આ ચોકરીની સાથે નગ્ન ફોટા અને વીડિયો લઇ લીધા હતા. પછી જો પોલીસથી છૂટવું હોય તો 5 લાખ રૂપિયા માંગ્યા હતા. કાશીનાથે છેલ્લે બે લાખ તો આપવા જ પડશે તેમ કહીને માર માર્યો હતો. કાશીનાથે 50 હજાર આપવાનું કહી એક વ્યક્તિ પાસેથી પૈસા મંગાવ્યા હતા. આ અંગે તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.